ટી સ્ટોલ પર પિતાને મદદ કરનાર બાળક ચોથી વાર UNGAને કરી રહ્યો છે સંબોધિત: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરી રહ્યા છે.

PM Modi Speech in UN General Assembly: પીએમ મોદીએ કહ્યું કે, કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાજલિ આપુ છું, અને તેમના પરિવારની સાથે મારી સંવેદના વ્યક્ત કરુ છું.

  • Share this:
    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) એ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ભારતના લોકતંત્રની તાકાત અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે અમારા દેશમાં વિવિધતા છે અમારા દેશમાં લોકતંત્રની અલગ ઓળખ છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 76માં સત્રમાં સંબોધિત કરતા સમયે તેમણે વાયબ્રન્ટ ડેમોક્રેસીનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ એવો દેશ છે જેમાં એક ડઝન કરતા પણ વધુ ભાષાઓ છે. અલગ-અલગ રીતે રહેવાની રીત અને અલગ-અલગ ખાન-પાન છે.

    પીએમ મોદીએ વધુમાં ક્યું કે, આ ભારતના લોકતંત્રવી તાકાચ છે કે, એક નાનો બાળક જે એક રેલવે સ્ટેશન પર ટી સ્ટોલ પર પિતાને મદદ કરી રહ્યો છે તે આજે ચોથી વાર ભારતના પ્રધાનમંત્રી તરીકે UNGAને સંબોધિત કરી રહ્યો છે.

    સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારીને કારણે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, 'છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ છેલ્લા 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે આવા ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પરોક્ષ રીતે પાકિસ્તાનને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે, "એક પ્રતિવાદી માનસિકતા સાથે, જે દેશો આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે તેઓએ સમજવું જોઈએ કે, આતંકવાદ તેમના માટે પણ સમાન અને મોટો ખતરો છે.

    પીએમ મોદીએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલાઓ ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું, 'આપણે ત્યાં પણ સાવચેત રહેવું જોઈએ કે, કોઈ પણ દેશ નાજુક પરિસ્થિતિને પોતાના સ્વાર્થના સાધન તરીકે વાપરવાનો પ્રયાસ ન કરે.

    આ પણ વાંચો: UNGAમાં પીએમ મોદીએ નામ લીધા વગર ચીન પર કર્યો પ્રહાર, પાકિસ્તાનને આતંક પર સંભળાવી ખરી ખોટી

    નામ લીધા વગર ચીન પર પ્રહાર

    પીએમ મોદીએ ચીન ઉપર પણ ઇશારો ઇશારોમાં જોરદાર પ્રહાર કર્યો હતો. સમુદ્ર દ્વારા વેપારનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે સમુદ્ર આપણી ભેગી વિરાસત છે. જેથી આપણે ધ્યાન રાખવું પડશે કે સમુદ્રના સંશોધનોનો પ્રયોગ કરે તેનો દુષ્પ્રયોગ ના કરે. સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન છે અને તેને વિસ્તારવાદની લડાઇથી બચવું પડશે. તેને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે આંતરરાષ્ટ્રીય સમુદાયે અવાજ ઉઠાવવો પડશે.
    Published by:kuldipsinh barot
    First published: