PM મોદીએ કહ્યું - કોરોનાએ ભારતીયોની મહત્વકાંક્ષાઓ પર કોઈ અસર કરી નથી

PM મોદીએ કહ્યું - કોરોનાએ ભારતીયોની મહત્વકાંક્ષાઓ પર કોઈ અસર કરી નથી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - 130 કરોડ ભારતીય એક મિશન પર કામ કરી રહ્યા છે જેથી આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat)બનાવી શકાય

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભારત અને અમેરિકા (India-America)વચ્ચે ભાગીદારી માટે કાર્ય કરનાર ગૈર લાભકારી સંગઠન અમેરિકા-ભારત સામરિક ભાગીદારી ફોરમ (યૂએસઆઈએસપીએફ)ના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનને (USISPF Summit) સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે દોસ્તી મજબૂત થઈ રહી છે. 2019માં ભારતમાં એફડીઆઈ 20 ટકા વધી છે. વર્તમાન પરિસ્થિતિ એક તાજા માઇન્ડસેટની માંગ કરે છે. એવો વિચાર જ્યાં વિકાસ માનવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.

    પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે 2020ની શરૂઆત થઈ તો કોઈએ વિચાર કર્યો ન હતો કે આખું વર્ષ આ રીતે પસાર થશે? વૈશ્વિક મહામારીએ બધાને પ્રભાવિત કર્યા છે. આ આપણી પબ્લિક હેલ્થ અને ઇકોનોમિક સિસ્ટમની પરીક્ષા લઈ રહી છે.

    આ પણ વાંચો - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચત અને વસ્તુઓની હરાજીથી મળેલા 103 કરોડ રૂપિયા દાન કર્યા

    પીએમ મોદીએ કહ્યું કે ભારત 130 કરોડ લોકોનો દેશ છે અહીં સિમિત સંશાધન છે. અહીં આખી દુનિયાની સરખામણીમાં પ્રતિ દસ લાખ લોકો પર સૌથી ઓછા મોત થયા છે. રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. મહામારીએ ઘણી બાબતો પર અસર કરી છે પણ તેનાથી 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પર કોઈ અસર કરી નથી. હાલના મહિનામાં સુધારો થઈ રહ્યો છે.

    પ્રધાનમંત્રી મોદીએ 130 કરોડ ભારતીય એક મિશન પર કામ કરી રહ્યા છે જેથી આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat)બનાવી શકાય. આત્મનિર્ભર ભારત ગ્લોબલને લોકલમાં વિલય કરે છે. આ ભારતની તાકાતને એક વૈશ્વિક શક્તિ ગુણકના રૂપમાં સુનિશ્ચિત કરે છે.
    Published by:Ashish Goyal
    First published: