નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન (SCO Summit) સંબોધિત કરી. શુક્રવારે તેમણે નવા પાર્ટનર તરીકે ઈરાનનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે સમગ્ર ભારત તરફથી તજિક ભાઈ-બહેનોનું સ્વાગત કરું છું. તેમણે પોતાના ભાષણમાં કટ્ટરપંથનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હાલના સમયમાં સૌથી મોટો પડકાર શાંતિ, સુરક્ષા અને વિશ્વાસ સામે છે. સમગ્ર દુનિયામાં કટ્ટરપંથ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં હાલમાં બનેલી ઘટનાઓએ આ પડકારને વધારી દીધો છે. જે સમયે વડપ્રધાન અફઘાનિસ્તાનના મુદ્દાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે મીટિંગમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ઉપસ્થિત હતા.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ વર્ષે આપણે SCOની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. હું નવા પાર્ટનર સઉદી અરબ, ઈજિપ્ત અને કતારનું પણ સ્વાગત કરું છું. આ આયોજન તાજિકિસ્તાનના દુશાંબે માં થઈ રહ્યું છે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, ક્ષેત્રીય સુરક્ષા, સહયોગ અને સંપર્ક સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. વિદેશ મંત્રી એસ. જયશંકર SCOની બેઠકમાં ભાગ લેવા માટે પહેલાથી જ દુશાંબેમાં છે.
India is committed to increasing its connectivity with Central Asia. We believe that landlocked Central Asian countries can benefit immensely by connecting with India's vast market: PM Modi addresses SCO Summit pic.twitter.com/llzBipowwo
PM મોદીએ કહ્યું કે, જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો જાણીશું કે મધ્ય એશિયા ક્ષેત્ર ઉદારવાદી અને પ્રગતિશીલ સંસ્કૃતિ અને મૂલ્યોનું ગઢ રહ્યું છે. સૂફીવાદ જેવી પરંપરાઓ અહીં સદીઓથી ઉછરી અને સમગ્ર ક્ષેત્ર તથા વિશ્વમાં ફેલાઈ. તેની છબિ આપણે આજે પણ આ ક્ષેત્રના સાંસ્કૃતિક વારસામાં જોઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, ભારતમાં અને SCOના લગભગ તમામ દેશોમાં ઈસ્લામ સાથે જોડાયેલી ઉદારવાદી, સહિષ્ણુ અને સમાવેશી સંસ્થાઓ અને પરંપરાઓ છે. SCOને તેની વચ્ચે એક મજબૂત નેટવર્ક વિકસિત કરવા માટે કામ કરવું જોઈએ. ભલે ફાઇનાન્સિયલ ઇન્કુસન વધારવા માટે UPI અને Rupay Card જેવી ટેક્નોલોજી હોય કે COVID-19 સામેની લડાઈમાં અમારી આરોગ્ય સેતુ અને COWIN જેવા ડિજિટલ પ્લેટફોર્મ, આ તમામને અમે સ્વેચ્છાથી અન્ય દેશો સાથે પણ શૅર કર્યા છે.
પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત મધ્ય એશિયાની સાથે કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. અમારું માનવું છે કે મધ્ય એશિયાના દેશોને ભારતના વિશાળ બજાર સાથે જોડીને અપાર લાભ થઈ શકે છે. કનેક્ટિવિટીને કોઈ પણ પહેલ એકતરફી ન હોઈ શકે. પરસ્પર વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને રચનાત્મક, પારદર્શી અને ભાગીદારીપૂર્ણ હોવા જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર