ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાને 4 દિવસ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના અલીગઢમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ બાબાસાહેબના બંધારણની તાકાત છે કે દલિત સમાજનો એક વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર છે અને એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે.
તેમણે કહ્યું કે, તમારા લોકોના સાથથી બાબાસાહેબે બતાવેલા માર્ગે ચાલવાનો આ ચોકીદરે પ્રયાસ કર્યો છે. સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર સરકાર ચલાવી છે. ઉજ્જવલા યોજના હેઠળ મફ્તમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. તેનો લાભ બધાને થયો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને ઘર આપવામાં આવી રહ્યાં છે, તેનો લાભ પણ બધાને થયો છે. સૌભાગ્ય યોજના હેઠળ વીજળીનું કનેક્શન પર દરેક પરિવારને મળ્યું છે. સ્વાર્થી રાજનીતિ નહીં, વિકાસ જોઇએ. ઉત્તર પ્રદેશે 2017માં ફરી બતાવ્યું હતું કે જાતિની સ્વાર્થી રાજનીતિ નહીં, સબકા સાથ સબકા વિકાસ જોઇએ.
ભાજપ અને આ ચોકીદાર પર વિશ્વાસનું કારણ સ્પષ્ટ છે. પાંચ વર્ષના વિકાસનો ઇતિહાસ અને આવનારા 5 વર્ષમાં વિકાસની નવી આશા. મોદીનું મિશન છે આતંકવાદ, ભ્રષ્ટાચાર, બીમારી, ગરીબી હટાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર