Home /News /national-international /

New Parliament Building: વડાપ્રધાન મોદીએ કહ્યુ- નવા સંસદ ભવનમાં 21મી સદીના ભારતની આંકાક્ષાઓ થશે પૂરી

New Parliament Building: વડાપ્રધાન મોદીએ કહ્યુ- નવા સંસદ ભવનમાં 21મી સદીના ભારતની આંકાક્ષાઓ થશે પૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભૂમિ પૂજનની સાથે જ નવા સંસદ ભવન (New Parliament Building)ની આધારશિલા મૂકી. ચાર માળના સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા છે. વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ભૂમિપૂજન કાર્યક્રમનો આરંભ થયો અને તેના સંપન્ન થય બાદ શુભ મુહૂર્તમાં વડાપ્રધાને પરંપરાગત વિધિની સાથે આધારશિલા મૂકી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિવિધ રાજકીય પાર્ટીના નેતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સહિત અનેક કેન્દ્રીય મંત્રી, મોટી સંખ્યામાં સાંસદ અને અનેક દેશોના રાજદૂત આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા.

  અહીં વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ખાસ વાતો...

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને માઇલસ્ટોન સાબિત થશે. દેશમાં હવે ભારતીયતાના વિચારોની સાથે નવી સંસદ બનવા જઈ રહી છે, આપણે દેશવાસી મળીને સંસદના નવા ભવનનું નિર્માણ કરીશું. જ્યારે ભારત પોતાની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંસદની ઈમારત તેની પ્રેરણા હશે.

  2. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, હું એ પળ ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે પહેલીવાર 2014માં સંસદ ભવનમાં આવ્યો હતો. ત્યારે મેં શિશ ઝુકાવીને નમન કર્યું હતું. હાલના સંસદ ભવને આઝાદીનું આંદોલન, સ્વતંત્ર ભારત, આઝાદ દેશની પહેલી સરકાર, પહેલી સંસદ, બંધારણ રચવામાં આવ્યું.

  3. PM મોદીએ કહ્યું કે, નવું સંસદ ભવન સમયની માંગ છે પરંતુ જૂના સંસદ ભવનમાં આપણા દેશનો ઈતિહાસ સંગ્રહિત છે.

  4. વડાપ્રધાને મોદીએ કહ્યું કે, દેશમાં લોકતંત્ર કેમ સફળ છે. દુનિયામાં 13મી શતાબ્દીમાં મેગ્નાકાર્ટાથી પહેલા જ 12મી શતાબ્દીમાં ભગવાન બસવેશ્વરે લોકસંસદની શરુઆત કરી દીધી હતી. વડાપ્રધાને જણાવ્યું કે દસમી શતાબ્દીમાં તમિલનાડુના એક ગામમાં પંચાયત વ્યવસ્થાનું વર્ણન છે. એ ગામમાં આજે પણ એવી જ રીતે મહાસભા ભરાય છે, જે એક હજાર વર્ષથી ચાલુ છે. PMએ જણાવ્યું કે ત્યારે પણ નિયમ હતો કે જો કોઈ પ્રતિનિધિ પોતાની સંપત્તિની વિગત નહીં આપે તો તે અને તેના સંબંધી ચૂંટણી નહીં લડી શકે.

  આ પણ વાંચો, 15 હજારથી ઓછું કમાનારા લોકોને મોદી સરકારની ગિફ્ટ! હવે ખાતામાં જમા થશે વધુ સેલરી

  5. PM મોદીએ કહ્યું કે, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો કરવામાં આવી રહી છે જેનાથી સાંસદોની દક્ષતા વધશે. તેમના વર્ક કલ્ચરમાં આધુનિક્તા આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યક્તાઓની પૂર્તિત માટે કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

  6. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે યાદ રાખવાનું છે કે લોકતંત્ર જે સંસદ ભવનનું અસ્તિત્વનો આધાર છે, તેના પ્રત્યે આશાવાદને જાગૃત રાખવું આપણા સૌની જવાબદારી છે. આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે સંસદ પહોંચેલો દરેક પ્રતિનિધિ જવાબદારી હોય. તેમની જવાબદારી જનતાની પ્રત્યે પણ છે અને બંધારણના પ્રત્યે પણ છે.

  આ પણ વાંચો, અમેરિકાની સરકાર અને 48 રાજ્યોએ ફેસબુકની વિરુદ્ધ દાખલ કર્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

  7. PM મોદીએ કહ્યું કે, પોલિસીમાં અંતર હોઈ શકે છે, રાજકારણમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ આપણે જનતાની સેવા માટે છીએ, આ અંતિમ લક્ષ્યમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. વાદ-સંવાદ સંસદની અંદર હોય કે બહાર, રાષ્ટ્રસેવાનો સંકલ્પ, રાષ્ર્મહિત પ્રત્યે સમર્પણ સતત જોવા મળવું જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Central Vista Project, New parliament building, દિલ્હી, નરેન્દ્ર મોદી, ભારત, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन