PM મોદીએ કહ્યું - કાશી આજે મહાદેવના માથા પર રહેલા ચંદ્રમાની જેમ ચમકી રહી છે

PM મોદીએ કહ્યું - કાશી આજે મહાદેવના માથા પર રહેલા ચંદ્રમાની જેમ ચમકી રહી છે

પીએમ મોદીએ કહ્યું - કેટલાક લોકો માટે વિરાસતનો મતલબ પોતાનો પરિવાર હોય છે અમારા માટે વિરાસતનો મતલબ આપણી સંસ્કૃતિ, વિરાસત અને મૂલ્ય છે

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સોમવારે દેવ દિવાળીના (Dev Deepawali)પ્રસંગે વારાણસીમાં (Varanasi)દીપ પ્રજ્વલિત કરી દીપ મહોત્સવની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ વારાણસીના રાજઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લેતા કાશીવાસીઓને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ દેવ દિવાળીના મહોત્સવમાં કહ્યું હતું કે કોરોના કાળે બધુ બદલી નાખ્યું છે પણ કાશીની ભક્તિ શક્તિને કોઈ બદલી શકે નહીં. કાશીની ગલીઓમાં ઝગમગાટ છે.

    પીએમ મોદીએ કહ્યું કે 100 વર્ષ પહેલા કાશીથી માતા અન્નપૂર્ણાની જે મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી તે પછી ફરીથી પાછી આવી રહી છે. આ આપણા માટે સૌભાગ્યની વાત છે. પીએમે દેવ દિવાળીના મહોત્સવમાં કહ્યું કે આવો પ્રયત્ન પહેલા કરવામાં આવ્યો હોત તો આવી કેટલી મૂર્તિઓ દેશને પાછી મળી ગઈ હોત. કેટલાક લોકો માટે વિરાસતનો મતલબ પોતાનો પરિવાર હોય છે અમારા માટે વિરાસતનો મતલબ આપણી સંસ્કૃતિ, વિરાસત અને મૂલ્ય છે.

    આ પણ વાંચો - PM Modi Varanasi Visit: કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- ખેડૂતોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારું ધ્યાન દેશની વિરાસતને સંભાળવા અને તેને સજાવીને રાખવામાં છે. લાખો દીપોથી કાશીના 84 ઘાટોનું ઝગમગ હોવું અદભૂત છે. કાશી આજે મહાદેવના માથા પર રહેલા ચંદ્રમાની જેમ ચમકી રહી છે. આજે આ દીપક તે આરાધ્યો માટે પણ પ્રજ્વલિત થઈ રહ્યા છે જે જન્મભૂમિ માટે બલિદાન આપે છે.

    પીએમ મોદીએ શહીદોને નમન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત આજે દેશ વિરોધી તાકાત, સીમાના વિસ્તારવાદ સાથે-સાથે ગરીબી, બેરોજગારીથી પણ લડી રહ્યો છે. આજે દેશ આત્મનિર્ભર અભિયાન સાથે ચાલીને દેશ લોકલ માટે વોકલ થઈ રહ્યો છે.

    પીએમ મોદીએ કહ્યું કે દેશહિતમાં સુધારો થાય તો પછી વિરોધના સ્વર પણ ઉઠે છે. નેક નિયતથી જ્યારે સારા કર્મ કરવામાં આવે છે તો વિરોધ છતા તેમની સિદ્ધિ હોય છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર સિવાય બીજું ઉદાહરણ શું હોય. આજે આપણે રિફોર્મ્સની વાત કરીએ છીએ પણ સમાજ અને વ્યવસ્થામાં રિફોર્મ્સના મોટા પ્રતીક સ્વંય ગુરુ નાનક દેવ જી હતા. આપણે એ પણ જોયું છે કે જ્યારે સમાજ, રાષ્ટ્રહિતમાં ફેરફાર થાય છે તો જાણે અજાણે વિરોધના સ્વર અવશ્ય ઉઠે છે. પણ જ્યારે સુધારાની સાર્થકતા સામે આવવા લાગે છે તો બધુ ઠીક થઈ જાય છે. આ શીખ આપણે ગુરુ નાનક દેવ જી ના જીવનથી મળે છે.
    Published by:Ashish Goyal
    First published: