PM Modi Birthday Updates: પીએમ મોદીના બર્થ ડે પર દેશમાં વેક્સીનેશનનો વર્લ્ડ રેકોર્ડ, 2 કરોડથી વધારે લોકોને આપવામાં આવી કોરોના વેક્સીન

વેક્સીનેશનને (Covid 19 vaccination))લઇને દેશમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો (Pic- AP)

2 Crore+ Vaccination in one day- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ (Narendra Modi Birthday)પર કોવિડ-19 ટિકાકરણમાં નવો રેકોર્ડ બન્યો

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ (PM Modi 71st Birthday)મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ (Narendra Modi Birthday)પર કોવિડ-19 ટિકાકરણમાં નવો રેકોર્ડ (New record in Covid 19 vaccination)બન્યો છે. શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે લોકોને કોરોના વેક્સીન (2 Crore+ Vaccination in one day) લગાવવામાં આવી છે. બીજેપીએ મોદીના જન્મ દિવસ પર ટિકાકરણની ઝડપ ડબલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આજે વેક્સીનેશનને (Covid 19 vaccination))લઇને દેશમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

    આજે વેક્સીનેશનની પ્રોગ્રામની ઝડપનો અંદાજ એ પરથી લગાવી શકાય કે દર સેકન્ડમાં 527થી વધારે ડોઝ લગાવવામાં આવ્યા છે. દર કલાકે 19 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

    કોવિન પોસ્ટ પર ઉપલબ્ધ આંકડા પ્રમાણે સાજે 5.10 કલાકે દેશભરમાં કુલ 2,00,41,136 વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કુલ 78.68 કરોડ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. એક મહિનાથી પણ ઓછા સમયમાં ચોથી વખત એક દિવસમાં એક કરોડથી વધારે વેક્સીન લગાવવામાં આવી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રીએ મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશે અત્યાર સુધી સૌથી ઝડપી એક કરોડ વેક્સીન આપવાનો આંકડો પાર કરી લીધો છે. દેશમાં 6 સપ્ટેમ્બર, 31 ઓગસ્ટ અને 27 ઓગસ્ટે એક કરોડથી વધારે વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો - પીએમ મોદીને ભેટમાં મળેલી વસ્તુઓની થશે હરાજી, સરકારી ખજાનાને મળશે 10 કરોડથી વધારે

    સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ભારતને ટિકાકરણમાં 10 કરોડના આંકડા સુધી પહોંચવામાં 85 દિવસ લાગ્યા હતા. આ પછી આગામી 45 દિવસમાં 20 કરોડનો આંક વટાવ્યો હતો. 30 કરોડથી 40 કરોડના આંક સુધી પહોંચવામાં 24 દિવસ લાગ્યા હતા અને આ પછી 20 દિવસ પછી 6 ઓગસ્ટે 50 કરોડના આંકડા સુધી પહોંચી ગયા હતા. આ પછી 19 દિવસમાં 60 કરોડ અને પછી 13 દિવસમાં 70 કરોડના આંકડા સુધી પહોંચ્યા હતા. મંત્રાલયના મતે 13 સપ્ટેમ્બરે દેશમાં વેક્સીનેશનના 75 કરોડના આંકડાને પાર કરી લીધો છે.

    ભારતીય જનતા પાર્ટી પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર આજથી 7 ઓક્ટોબર સુધી જનતા વચ્ચે જઈને 20 દિવસોનું ‘સેવા અને સમર્પણ’ અભિયાન ચલાવશે. સાથે પાર્ટી આ દરમિયાન પ્રધાનમંત્રીના સાર્વજનિક જીવનમાં બે દાયકા પૂરા કરવાની પણ ઉજવણી કરશે.
    Published by:Ashish Goyal
    First published: