Home /News /national-international /

75th Independence Day: વડાપ્રધાન મોદીએ દેશને આપ્યો નવો મંત્ર- ‘આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે’

75th Independence Day: વડાપ્રધાન મોદીએ દેશને આપ્યો નવો મંત્ર- ‘આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે’

વડાપ્રધાન મોદીએ 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, ‘નાના ખેડૂતો બને દેશની શાન’.

Independence Day 2021: ‘સૌનો સાથ- સૌનો વિકાસ’ના નારા સાથે ‘સૌના પ્રયાસ’ની જરૂર, જાણો વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું

  PM Modi's Speech On 75th Independence Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે 75મા સ્વતંત્રતા દિવસ ( 75th Independence Day)ના અવસરે દિલ્હીના લાલ કિલ્લા (Red Fort)ની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી (Mahatma Gandhi), જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru), ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr B R Ambedkar)ના નામનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ રીતે આસામ, મહારાષ્ટ્ર અને દેશના અન્ય ક્ષેત્રના મહપુરૂષોના નામ લીધા અને તેમને નમન કર્યું. સાથોસાથ સેનાઓના સૈનિકોને પણ સેલ્યૂટ કર્યું.

  પીએમ મોદીએ કોરોના કાળ (Corona Pandemic)માં સતત સેવાઓ આપનારા ડૉક્ટરો, ચિકિત્સાકર્મીઓ, સફાઈકર્મીઓ, વેક્સીન નિર્માતાઓ અને તમામ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કરો (Frontline Workers)ને પણ તેમની સેવાઓ માટે માટે આભાર માન્યો. પીએમ મોદીએ દેશની યુવા પેઢીના ગૌરવ વધારનારા ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics 2020)ના ખેલાડીઓનું સ્વાગત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશને નવો મંત્ર આપ્યો, ‘આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય છે.’

  ભારત કોરોના વેક્સીન મામલે આત્મનિર્ભર બન્યું

  પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, વિચારો જો ભારતની પાસે પોતાની વેક્સીન ન હોત તો શું થાત, પોલિયોની વેક્સીન ભારતને મળવામાં કેટલો સમય લાગ્યો હતો. પરંતુ આજે આપણને ગર્વ છે કે સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે. 54 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. કોવિન જેવી ઓનલાઇન વ્યવસ્થા, ડિજિટલ સર્ટીફિકેટની વ્યવસ્થાએ સૌને આકર્ષીત કર્યા. ભારતમાં જે રીતે 80 કરોડ લોકોને મફત અનાજ આપીને ગરીબનો ચૂલો ચાલતો રહ્યો, તે ઘણી મોટી વાત છે.

  નાના ખેડૂતો બને દેશની શાન

  પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, નાના ખેડૂતો પર અત્યાર સુધી ધ્યાન નથી આપવામાં આવ્યું. કૃષિ સેક્ટરના પડકારો પર ધ્યાન આપવું પડશે. ખેડૂતોની જમીન સતત નાની થઈ રહી છે. 80 ટકા ખેડૂતોની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. વડાપ્રધાન મોદીએ 80 ટકા ખેડૂતોના ઉત્થાનનો નારો આપતા કહ્યું, ‘નાના ખેડૂતો બને દેશની શાન’.

  પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ થશે

  ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં જ પ્રધાનમંત્રી ગતિશક્તિ-નેશનલ માસ્ટર પ્લાનને લોન્ચ કરવા જઈ રહ્યું છે.

  સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ

  અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ગૌરવ કાળ તરફ લઈ જશે. મોદીએ કહ્યુ, અમૃતકાળ 25 વર્ષનો છે. પરંતુ આટલો લાંબો ઈંતજાર નથી કરવાનો. અત્યારથી લાગી પડવાનું છે. આ જ સમય છે. યોગ્ય સમય છે. આપણે પોતાની જાતને બદલવાની છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, લક્ષ્યોની પ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે.

  જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે

  જમ્મુ-કાશ્મીર અંગે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, તમામના સામર્થ્ય ને યોગ્ય અવસર આપવો, તે લોકતંત્રની અસલી ભાવના છે. જમ્મુ હોય કે કાશ્મીર. વિકાસનું સંતુલન હવે જમીન પર જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમીશનની રચના થઈ ચૂકી છે અને ભવિષ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારી ચાલી રહી છે. લદાખ પણ પોતાની અસલી સંભાવનાઓની તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજી તરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે.

  75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખૂણાને પરસ્પર જોડવા જઇ રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ઉડાન યોજના છેવાડાના વિસ્તારોને જોડી રહી છે, જે પણ અભૂતપૂર્વ છે.

  દીકરીઓને મળશે સૈનિક સ્કૂલોમાં એડમિશન

  પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, મને અનેક ભલામણો મળી હતી કે દીકરીઓને પણ સૈનિક સ્કૂલમાં ભણાવવી જોઈએ. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પ્રયોગ તરીકે દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશની તમામ સૈનિક સ્કૂલોમાં દીકરીઓને પણ એડમિશન થઈ શકશે. તેને દીકરીઓ માટે ખોલી દેવામાં આવશે.

  ભારત કઠિનથી કઠિન નિર્ણય પણ લઈ શકે છે

  આર્ટિકલ 370 હટાવવું, જીએસટી લાગુ કરવો, ફૌજીઓ માટે વન પેન્શન, અયોધ્યા વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ, દેશે આ બધું થોડાક સમયમાં જોયું છે. ઓબીસી કમીશનને બંધારણીય દરજ્જો, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર BDC ચૂંટણી ભારતની સંકલ્પ શક્તિને દર્શાવે છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ આવ્યું છે. સર્જિકલ, એર સ્ટ્રાઇકમાં દુશ્મનોને નવા ભારતનો સંદેશ આપ્યો, એ દર્શાવે છે કે ભારત બદલાઈ રહ્યું છે, ભારત કઠિનથી કઠિન નિર્ણય પણ લઈ શકે છે. ભારત ખચકાતું નથી.

  મેનૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ દેશે પ્રગતિ કરવી પડશે

  PM મોદીએ કહ્યું કે, ભારત આજે પોતાના ફાઇટર પ્લેન બનાવી રહ્યું છે. સબમરીન બનાવી રહ્યું છે. ગગનયાન પણ બનાવી રહ્યું છે. વિકાસના પથ પર આગળ વધતાં ભારતે પોતાની મેનૂફેક્ચરિંગ અને એક્સપોર્ટ, બંનેને વધારવા પડશે. તમે જોયું છે. થોડા દિવસ પહેલા પણ ભારતે પોતાના પહેલી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને સમુદ્રમાં ટ્રાયલ માટે ઉતારી છે.

  નોર્થ ઈસ્ટમાં મજબૂત રેલ નેટવર્ક ઊભું થશે

  આપણા પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મુ-કાશ્મીર, લદાખ સહિત સમગ્ર હિમાલયના ક્ષેત્રને, આપણા કોસ્ટલ બેલ્ટ કે પછી આદિવાસી વિસ્તારો હોય, તે ભવિષ્યમાં ભારતના વિકાસનો મોટો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવીટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટીવિટી દિલોનું પણ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ છે. ખૂબ ઝડપથી નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના પાટનગરોને રેલસેવા સાથે જોડવાનું કામ પૂરું થવાનું છે.

  હર ઘર જલ મિશન

  પહેલા સરકારે 100 ટકા ઘરોમાં શૌચાલયોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. આગામી લક્ષ્યોને થોડાક જ વર્ષોમાં પૂરા કરવાના છે. હવે હર ઘર જલ મિશન માટે ઝડપથી કામ થઈ રહ્યું છે. માત્ર બે વર્ષમાં સાડા ચાર કરોડથી વધુ પરિવારોને નળથી પાણી મળવાનું શરૂ તઈ ચૂક્યું છે.

  ગરીબોને પોષણયુક્ત ચોખા મળશે

  વડાપ્રધાન મોદીએ કહ્યું, ગરીબોને પોષણયુક્ત ચોખા પૂરા પાડવામાં આવશે. રાશનની દુકાન કે ક્યાંય પણ 2024 સધીમાં દરેક યોજના હેઠળ મળનારા ચોખા પોષણયુક્ત (ફોર્ટિફાઇ) થશે.

  મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગામમાં જે આપણી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે, તેઓ એક-એકથી ચડીયાતી પ્રોડક્ટ્સ બનાવે છે. આ પ્રોડક્ટ્સને દેશમાં અને વિદેશમાં મોટું બજાર મળે, તેના માટે હવે સરકાર ઇ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Independence day, Independence Day 2021, RED FORT, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन