PM મોદીનું વિશેષ વિમાન આજે દિલ્હી આવશે, મિસાઇલ્સનો વાર પણ તેના પર છે બેઅસર

News18 Gujarati
Updated: October 1, 2020, 2:09 PM IST
PM મોદીનું વિશેષ વિમાન આજે દિલ્હી આવશે, મિસાઇલ્સનો વાર પણ તેના પર છે બેઅસર
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોઇંગ 777-300ER વિમાન આજે ભારતીય વાયુસેનામાં જોડાશે.

  • Share this:
ભારતમાં એક સાથે બે બોઇંગ 777-300ER (Boeing 777-300ER) વિમાન આજે લેન્ડ થશે. જેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind) અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ (M. Venkaiah Naidu) કરશે. હજી સુધી આ તમામ લોકો એર ઇન્ડિયાની બોઇંગ બી 747 વિમાનનો ઉપયોગ કરતા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોઇંગ 777-300ER વિમાન આજે ભારતીય વાયુસેનામાં જોડાશે. અમેરિકી રાષ્ટ્રપતિના એરફોર્સ વન જેવી ક્ષમતાથી લેસ આ વિમાનમાં અનેક ખૂબી છે. આ વિમાનની ખાસ વાત એ છે કે તેને કોઇ પણ મિસાઇલ પાડી નથી શકતી. લાંબુ અંતર પાર કરતા આ બે બોઇંગ 777-300ER વિમાન ભારતીય વાયુસેના સાથે જોડાશે નહીં કે એરઇન્ડિયામાં જોડાશે.

ભારતમાં એક સાથે બે બોઇંગ 777-300ER વિમાન આવી રહ્યા છે. સુરક્ષા મામલે આ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાન જેટલું જ ખાસ છે. વળી તેની ખાસ વાત એ છે કે તેમાં ઇંધણ ભર્યા પછી તે સતત રોકાયા વગર ભારતથી અમેરિકાની વચ્ચે ઉડ્ડાન ભરી શકે છે.

વધુ વાંચો : ચીનને પાઠ ભણાવવા માટે LAC પર 1000 કિમી રેન્જની મિસાઇલ ભારતે કરી તૈનાત

777-300ER પૂરી રીતે અમેરિકી રાષ્ટ્રપતિના વિમાનની કોપી કહી શકાય. અમેરિકી રાષ્ટ્રપતિનું વિમાન એરફોર્સ વન 35,000 ફીટની ઊંચાઇ પર 1,013 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડવા સક્ષમ છે. આ વિમાનમાં લાંબા સમયનું અને અંતર પાર કરી શકે છે. તે વધુમાં વધુ 45,100 ફીટ ઊંચાઇ સુધી જઇ શકે છે.


અત્યાર સુધી વડાપ્રધાનનું વિમાન ઉડાવાની જવાબદારી એર ઇન્ડિયાની પાસે જ હતી. પણ નવા વિમાનને એરફોર્સ પાયટલ ઉડાવશે. બંને વિમાનોની કિંમત લગભગ 8458 કરોડ રૂપિયા છે. આ વિમાન સુરક્ષાની રીતે બાકી વિમાનથી અલગ છે. આ વિમાનમાં કોઇ પણ મિસાઇલ બેઅસર છે. અને તે હવામાં ઇંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે.
Published by: Chaitali Shukla
First published: October 1, 2020, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading