પીએમ મોદીએ કેબિનેટમાં લીધો મોટો નિર્ણય, દેશના દરેક ખેડૂતને મળશે રૂ. 6000

News18 Gujarati
Updated: June 1, 2019, 6:45 PM IST
પીએમ મોદીએ કેબિનેટમાં લીધો મોટો નિર્ણય, દેશના દરેક ખેડૂતને મળશે રૂ. 6000
પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન મોદીએ કેબનિટમાં લીધો નિર્ણય, દેશના દરેક ખેડૂતને મળશે વર્ષે 6 હજાર રૂપિયા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. વડાપ્રધાન મોદીની ગત સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટમાં પીએમ કિસાન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટમાં દેશના ગરીબ ખેડૂત પરિવારનો વર્ષે રૂ. 6000ની સહાયતા જાહેર કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પહેલાં એવો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો ફરીથી મોદી સરકાર બનશે તો દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે.

દર વર્ષે આ યોજનાના કારણે સરકાર પર આશરે 72,000 કરોડનું ભારણ થશે. સરકાર દ્વારા આ યોજનાને પ્રથમ ચરણમાં અમલમા મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના 25 કરોડ જેટલા ખેડૂતોને રૂપિયા 6 હજાર ચુકવવામાં આવ્યા હતા. બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને ડાયરેક્ટ બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા સહાયતા ચુકવવામાં આવી હતી.

આ પણ વાંચો :  નવી મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ, 17 જુને શરૂ થશે સંસદનું બજેટ સત્ર

અગાઉ સરકારે આ યોજના બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પૂરતી જ જાહેર કરી હતી જોકે, ચૂંટણી જાહેર થતાં સુધીમાં વડાપ્રધાને આ યોજનાને ફરી સરકાર બને તો તમામ ખેડૂતો માટે લાગુ કરવાની જાહેરાત કરી હતી. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દાનો સમાવેશ કર્યો હતો.

પ્રથમ વચન પૂર્ણ કર્યુ
વડાપ્રધાન મોદીની સરકારે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલા પ્રથમ વચનને પૂર્ણ કર્યુ હતું. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં તમામ ખેડૂતોને વાર્ષિક રૂ. 6000ની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં PM KISAAN તમામ ખેડૂતોને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
First published: May 31, 2019
વધુ વાંચો
अगली ख़बर