ચમોલી ગ્લેશિયલ દુર્ઘટના ઉપર PM મોદીની સતત નજર, કહ્યું ઉત્તરાખંડ સાથે ઊભો છે ભારત દેશ

ચમોલી ગ્લેશિયલ દુર્ઘટના ઉપર PM મોદીની સતત નજર, કહ્યું ઉત્તરાખંડ સાથે ઊભો છે ભારત દેશ
ફાઈલ તસવીર

આ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી.

  • Share this:
    નવી દિલ્હીઃ ઉત્તરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લાની (Chamoli) ઋષિગંગા ઘાટીમાં રવિવારે હિંમખંડ તૂટવાથી (Glacier Accident) તબાહી મચી હતી. આ દુર્ઘટના અંગે (Chamoli Glacier tragedy) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ જાણકારી આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ બચાવ અને રાહત કાર્ય અંગે જાણકારી લીધી હતી. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારી પ્રભાવિત લોકોને હર સંભવ મદદ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'હું ઉત્તરાખંડની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યો છું. ભારત દેશ ઉત્તરાખંડ સાથે ઊભો છે. રાષ્ટ્ર અત્યારે સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત વાત કરી રહ્યો છું. એનડીઆરએફની તૈનાતી, બચાવ અને રાહત કાર્યો ઉપર સતત અપડેટ લઈ રહ્યો છું.'



    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વાત કરીને દરેક સંભવ મદદ ઉપલબ્ધ કરવા માટે વિશ્વાસ આપ્યો હતો. શાહે કહ્યું હતું કે, પીડિત લોકોને રાહત, બચાવ માટે એનડીઆરએફ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વધારાના બચાવકાર્તાઓને વિમાન દ્વારા દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ઉત્તરાખંડમાં હાલાત ઉપર સતત નજર રાખી રહ્યું છે.

    આ પણ વાંચોઃ-

    ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર દુર્ઘટના પર પોલીસ અને પ્રશાસને રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રશાસને કહ્યું કે તપોવન રૈણી ક્ષેત્રમાં ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટ (Rishiganga Power Project)ને ક્ષતિ પહોંચી છે, જેના કારણે નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે.

    આ પણ વાંચોઃ-

    આ કારણે અલકનંદા નદી કિનારા પર રહેતા લોકોને અપીલ કરી છે કે તાત્કાલિક સુરક્ષિત સ્થળો પર જતા રહે. બીજી તરફ, કહેવામાં આવી રહ્યું છે કે જોશીમઠની પાસે રેની ગામ અને તેની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. ઉત્તરાખંડ સરકારના ચીફ સેક્રેટરીએ આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર દુર્ઘટનામાં 100થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. આ પહેલા સ્થાનિક પ્રશાસને કહ્યું કે ઘટનામાં 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થવાની આશંકા છે.



    પ્રારંભિક જાણકારી મુજબ, 10 હજાર લોકો પ્રભાવિત થવાની જાણકારી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે લોકો નદીના કિનારા પર રહેતા હતા. સાથોસાથ એવા મજૂરો પણ છે જેઓ ડેમ ખાતે કામ કરી રહ્યા હતા. આઇટીબીપી, ઉત્તરાખંડ પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે.
    Published by:ankit patel
    First published:February 07, 2021, 17:37 IST

    ટૉપ ન્યૂઝ