PM મોદીની અપીલઃ corona vaccination ઉપર જૂઠ અને અફવાને યોગ્ય માહિતી થકી હારાવો

PM મોદીની અપીલઃ corona vaccination ઉપર જૂઠ અને અફવાને યોગ્ય માહિતી થકી હારાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

તમારી પહોંચ સમાજના દરેક ભાગ સુધી છે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની સાથે દેશની મદદ કરવા માટે લોકો આગળ આવવાની અપીલ કરું છું.

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની રસી (corona vaccine) વિકસિત કરીને પોતાનું કર્તવ્ય પુરું કર્યું છે. હવે આપણે જૂઠ અને અફવાઓને ફેલાવનારા દરેક નેટવર્કને યોગ્ય માહિતી થકી હરાવીને પોતાનું કર્તવ્ય પુરું કરવાનું છે.

    ગણતંત્ર દિવસ પરેડમાં (Republic Day Parade) ભાગ લેવા જઈ રહેલા એનસીસી કેડેટ, એનએસએસ સ્વયંસેવી અને કલાકારોને સંબોધીત કરતા વડાપ્રધાને કહ્યું કે આ પ્રકારના સંગઠનોએ હંમેશા પોતાના પડકારપૂર્ણ સમય સાથે લડવા માટે પોતાની ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છેકે અત્યારે સમગ્ર દેશમાં કોરોના સામે કોરોના રસીકરણનું (corona vaccination) અભિયાન ચાલી રહ્યું છે.



    સરીકરણ કાર્યક્રમના સહયોગ માટે આગળ આવેલો લોકોઃ પીએમ મોદી
    તેમણે વધુમાં જણાવ્યું હતું. કે, તમારે હવે આને આગલા લેવલ સુધી પહોંચાડવાનું છે. તમારી પહોંચ સમાજના દરેક ભાગ સુધી છે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની સાથે દેશની મદદ કરવા માટે લોકો આગળ આવવાની અપીલ કરું છું. તમારે રસી અંગે ગરીબો અને સામાન્ય માણસોને યોગ્ય માહિતી પહોંચાડવી પડશે.

    આ પણ વાંચોઃ-

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસી વિકસિત કરીને પોતાનું કર્તવ્ય પૂરું કર્યું છે હવે આપણે પોતાનું કર્તવ્ય પુરું કરવાનું છે. જૂઠ અને અફવા ફેલાવવા દરેક નેટવર્કને આપણે યોગ્ય માહિતી થકી હરાવવાનું રહેશે.

    આ પણ વાંચોઃ-

    તેમણે એ પણ કહ્યું કે ભારત માત્ર કેટલાક લોકોને આવું કહેવાથી આત્મનિર્ભર નહીં બને પરંતુ આને યુવાઓના કાર્ય દ્વારા મેળવવું પડશે. જેના માટે તેમને આવશ્યક કૌશલથી સજ્જ થવું પડશે. તેમણે કહ્યું કે, તમે આ કાર્ય ત્યારે સારી રીતે કરી શકશો જ્યારે તમારી પાસે આવશ્યક કૌશલ હશે. પીએમ મોદીએ કહ્યું કે આના મહત્વને સમજતા કૌશલ વિકાસ મંત્રાલય બનાવાયું છે. અત્યાર સુધી 5.5 કરોડથી વધારે યુવાઓએ વિવિધ કૌશલની તાલિમ લીધી છે.



    તેમણે કૌશલ વિકાસ પ્રશિક્ષણનો ઉદ્દેશ્ય ભારતના યુવાઓને તેમના કૌશલના આધાર ઉપર રોજગારના નવા અવસર આપવાના છે. તેમણએ વોકલ ફોર લોકલ ુપર એકવાર ફરથી ભાર મુકતા કહ્યું હતું કે, આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનથી વધારે મજબૂત થશે.
    Published by:ankit patel
    First published:January 24, 2021, 20:27 pm

    ટૉપ ન્યૂઝ