મોદીને સંતાનો નથી એટલે હિંસામાં મૃત્યુ પામતા બાળકોની પીડા સમજી શકતા નથી: ચન્દ્રશેખર આઝાદ

News18 Gujarati
Updated: December 10, 2018, 11:08 AM IST
મોદીને સંતાનો નથી એટલે હિંસામાં મૃત્યુ પામતા બાળકોની પીડા સમજી શકતા નથી: ચન્દ્રશેખર આઝાદ
ચન્દ્રશેખર આઝાદ

આઝાદે કહ્યું કે, ભાજપ આ સરકાર અનામતને ખતમ કરવા માંગે છે અને દલિતો અને પછાત વર્ગોને ફાળવવામાં આવતા બજેટને જાણી જોઇએ ઓછુ કરી નાંખવામાં આવ્યું છે. દલિતોએ સવર્ણ ઉમેદવારોને મત આપવા જોઇએ નહીં.  

  • Share this:
દલિત નેતા અને ભીમ આર્મી ચીફ ચન્દ્રશેખ આઝાદએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદીએ સંતાનો નથી અને એટલે બુલંદશહરમાં જે હિંસા થઇ છે તેનું દર્દ તેઓ સમજી શકશે નહીં. ગાયને રાષ્ટ્રિય પ્રાણી તરીકે જાહેર કરી દેવું જોઇએ.

ચન્દ્રશેખર આઝાદે ફેસબૂક લાઇવમાં કહ્યું કે, હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે, ગાયને રાષ્ટ્રિય પ્રાણી તરીકે જાહેર કરે છે અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવો જોઇએ. પણ મને સવાલ થાય છે કે, શા માટે ભાજપ શાષિત રાજ્યોમાં ગાયોનાં કતલખાના ચાલે છે. ?”

આઝાદે વધુમાં જણાવ્યું કે, હિંસામાં બાળકોને ગુમાવવા એ શું પીડા છે તે નરેન્દ્ર મોદી સમજી શકતા નથી કેમ તેમને સંતાનો નથી. મોદીની કેબિટનમાં રહેલા ઘણા મંત્રીઓ સંતાનો નથી અને એટલા માટે જ, તેઓ તેનું દુખ સમજી શકતા નથી.”

3 ડિસેમ્બરનાં રોજ 400 લોકોનાં એક ટોળાએ બુલંદશહરમાં કાપા-કાપી કરી હતી. કારણ માત્ર એટલુ જ હતું કે, ગાયના હાડકા મળ્યા હતા. આ હિંસામાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંઘ અને 20 વર્ષનાં એક યુવાનનું મોત થયું હતું.

દલિતોએ દેશમાં તમામ હનુમાન મંદિરો પર કબ્જો કરી લેવો જોઇએ: દલિત નેતા ચન્દ્રશેખર

સંઘ પરિવાર, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ વિશે વાત કરતા ચન્દ્રશેખર આઝાદે કહ્યું કે, આ સંગઠનો દેશની એકતાને તોડવા માંગે છે. બાબા સાહેબ આંબેડકરે આ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને પાછળથી આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.”અનામન વિશે વાત કરતા આઝાદે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, આ સરકાર અનામતને ખતમ કરવા માંગે છે અને દલિતો અને પછાત વર્ગોને ફાળવવામાં આવતા બજેટને જાણી જોઇએ ઓછુ કરી નાંખવામાં આવ્યું છે. દલિતોએ સવર્ણ ઉમેદવારોને મત આપવા જોઇએ નહીં.

ભાજપને થયું ભાન: દલિતો કેમ નારાજ છે? એ જાણવા દલિત ચિંતન શિબિર કરી  
First published: December 10, 2018, 11:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading