હાર્દિકનો દાવો- PM મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહીં આપે

News18 Gujarati
Updated: February 21, 2019, 10:40 AM IST
હાર્દિકનો દાવો- PM મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહીં આપે
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં એક સભામાં હાર્દિક પટેલે વડા પ્રધાન મોદી પર આક્ષેપ કર્યો હતો કે તેમની કથની કરની અને નીતિમાં ફરક છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં એક રેલીમાં તેણે વડા પ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું અને દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નગહીં આપી શકે.

હાર્દિકે કહ્યું, “ હું દાવા સાથે કહી શકું છું કે મોદીજી પાકિસ્તાનને જડબાતોડ જવાબ નહીં આપે, તેમના વિચારો, તેમની નીતિ, તેમની કથની અને કરનીમાં ફરક છે. ” પુલવામા હુમલા પર સવાલો ઊભા કરતા હાર્દિકે જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓએ વારંવાર ચેતવણી આપી હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના થાય છે, તો સીઆરપીએફના જવાનોને સડક માર્ગે મોકલવાનું નાટક શા માટે કરવામાં આવ્યું હતું? સુરક્ષા પર સવાલો એટલા માટે ઉદ્ભવે છે કારણ કે યુદ્ધ વગર વારંવાર સૈનિકો શહીદ થાય છે.

આ પણ વાંચો: પુલવામાં પછી ફરી એક મોટા હુમલાની ફિરાકમાં જૈશ!

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2004માં વાજપેયી સરકારે સીઆરપીએફના જવાનોને મળતુ પેન્શન બંધ કરી દીધું હતું. સીઆરપીએફ જવાનોને આજે પણ શહીદનો દરજ્જો અપાતો નથી. હાર્દિકે માંગ કરી હતી કે સીઆરપીએફના જવાનોને શહીદનો દરજ્જો આપી અને પૂર્ણ સૈનિક જાહેર કરવામાં આવે.

હાર્દિકે જણાવ્યું કે ખાલી પાકિસ્તાનની ખાંડ બંધ કરવાથી પાકિસ્તાન નબળું નહીં પડે. સરકારે તપાસ કરવી જોઈએ કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટકો ક્યાંથી અને કેવી રીતે આવ્યા? હાર્દિકે ટોણો માર્યો હતો કે પોતાની જાતને દેશભક્ત કહેડાવતા ભાજપે જ આતંકવાદીઓનું સમર્થન કરતી પીડીપી સાથે ગઠબંધન કર્યુ હતું.

આ પણ વાંચો:  ખુદને 'ગુજરાતી' બતાવીને ભારતમાં ઘુસ્યો હતો મસૂદ અઝહર
First published: February 21, 2019, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading