49 વર્ષના થયા રાહુલ ગાંધી, PM મોદીએ લાંબા આયુષ્યની કરી કામના

News18 Gujarati
Updated: June 19, 2019, 9:55 AM IST
49 વર્ષના થયા રાહુલ ગાંધી, PM મોદીએ લાંબા આયુષ્યની કરી કામના
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની કામના કરું છું - પીએમ મોદી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસ પર પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છા પાઠવી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. બીજી તરફ, કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરી રાહુલને હેપ્પી બર્થ ડે કહ્યું છે. આ વીડિયોમાં રાહુલ ગાંધીની કેટલીક યાદગાર પળોને સામેલ કરવામાં આવી છે.

વડાપ્રધાને રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતાં ટ્વિટ કર્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની કામના કરું છું.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હાલમાં જ લોકસભા ચૂંટણી હારી છે, ત્યારબાદથી તેઓ પાર્ટી અધ્યક્ષ પદ છોડવા માંગે છે. રાહુલ રાજકારણમાં ચોક્કસપણે મોટું નામ છે, પરંતુ તેમની ઓળખનો શ્રેય ઘણે અંશે તેમની પારિવારિક ઓળખને માનવામાં આવે છે.
લાંબા સમયથી રાજનીતિમાં સક્રિય રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટી પીએમ ઉમેદવાર તરીકે રજૂ કરતું આવ્યું છે.

આ પણ વાંચો, જ્યારે સંસદમાં સોનિયા-મેનકા અને રાહુલ-વરુણ થયા આમને-સામને...
First published: June 19, 2019, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading