Home /News /national-international /PM Modi પહોંચ્યા જર્મની, પ્રવાસ દરમિયાન 3 યુરોપિયન દેશોની લેશે મુલાકાત

PM Modi પહોંચ્યા જર્મની, પ્રવાસ દરમિયાન 3 યુરોપિયન દેશોની લેશે મુલાકાત

પીએમ મોદીનું જર્મનીમાં ભવ્ય સ્વાગત

ત્રણ દેશોના પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે, મારી યુરોપની મુલાકાત (PM Modi Europe Visit) એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'હું અમારા યુરોપિયન ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા ઈચ્છું છું, જેઓ ભારતની શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.'

વધુ જુઓ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ વર્ષના પ્રથમ વિદેશ પ્રવાસ (PM on Europe Visit) માટે સોમવારે રવાના થયા. પીએમ મોદી 2 થી 4 મે દરમિયાન ત્રણ યુરોપિયન દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાંસની મુલાકાત લેશે. આજે સવારે તેઓ બર્લિન પહોંચ્યા. તેઓ પહેલા જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે અને બર્લિનમાં ભારતીય સમુદાયને સંબોધશે.

આ પછી 3 મેના રોજ તેઓ ઈન્ડો-નોર્ડિક કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ભારતીયોને પણ સંબોધિત કરશે. છેલ્લે PM મોદી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. આ દરમિયાન યુક્રેનને લઈને ચર્ચા થઈ શકે છે.

ત્રણ દેશોના પ્રવાસ પર રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યું છે કે મારી યુરોપની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, 'હું અમારા યુરોપિયન ભાગીદારો સાથે સહયોગની ભાવનાને મજબૂત કરવા ઈચ્છું છું, જેઓ ભારતની શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.'

જર્મનીમાં ભારતીયોને સંબોધિત કરશે


PMOએ વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું કે, '2021માં ભારત-જર્મની રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થયા છે. વધુમાં, અમે વર્ષ 2000 થી વ્યૂહાત્મક ભાગીદાર પણ છીએ. હું ચાન્સેલર સ્કોલ્ઝ સાથે વ્યૂહાત્મક, પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરીશ. જર્મન ચાન્સેલર અને હું અમારા ઉદ્યોગ સહયોગ માટે બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગને પણ સંબોધિત કરીશું.

આ પણ વાંચો -Accident: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગાભાઈઓના કમકમાટી ભર્યા મોત, 10 ઘાયલ

તમને જણાવી દઈએ કે યુરોપ ખંડમાં ભારતીય મૂળના 10 લાખથી વધુ લોકો રહે છે. તેમાંથી મોટી સંખ્યામાં જર્મનીમાં રહે છે. એટલા માટે પીએમ મોદી અહીં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.

આ પણ વાંચો -PM Modi Europe Visit: પીએમ મોદીએ 3 દેશોની યાત્રા પહેલા કહ્યું - યૂરોપનો પ્રવાસ પડકારોથી ભરેલા સમયમાં કરી રહ્યો છું
First published:

Tags: Denmark, Emmanuel Macron, Europe, France, Germany, PM Modi પીએમ મોદી