લોકસભા ચૂંટણી 2019માં મેજિક આંક પાર કરી આ વખતે ભાજપ 300ને પાર પહોંચી ગયું છે. ફરી એકવાર મોદી લહેરના સહારે ભાજપ સત્તા પર આવશે. મતગણતરી બાદ હવે નવી સરકારના શપથ ગ્રહણનો કાર્યક્રમ શરૂ થશે. જોકે, તેની તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જ્યોતિષોનુ માનીએ તો PM મોદી આગામી 26 તારીખે શપથ ગ્રહણ કરી શકે છે. કારણ કે આ તારીખ સાથે PM મોદી જૂનો સંબંધ છે.
નરેન્દ્ર મોદી 26 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. આ ચર્ચા એટલા માટે મહત્વની માનવામાં આવે છે કારણ કે 8 અંક પીએમ મોદી માટે હંમેશા શુભ રહ્યો છે. નોંધનીય છે કે, અંક જ્યોતિષી પ્રમાણે પણ 26 મેના અંકનું ટોટલ 8 થાય છે. 26 એપ્રિલે જ પીએમ મોદીએ વારાણસીથી તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગઈ લોકસભા ચૂંટણીમાં પણ વડાપ્રધાને 26 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. તેનો મૂળ આંક પણ 26 થતો હતો. સૌથી ખાસ વાત પણ એ છે કે, વડાપ્રધાન મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર છે અને તેનો પણ મૂળઆંક 8 થાય છે.
જીત વિશે શું કહ્યું મોદીએઃ બીજેપી માટે આ જીત ખૂબ મહત્વની છે. રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બીજેપીને 2014ની સરખામણીએ ઓછી સીટ જીતવાનો અંદાજ હતો પરંતુ પાર્ટીએ દરેક લોકોના આશ્ચર્ય વચ્ચે 2014 કરતાં પણ વધારે શાનદાર રીતે જીત મેળવી છે.
આ ઐતિહાસીક જીત વિશે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે કે, સૌનો સાથ+,સૌનો વિકાસ+સૌનો વિશ્વાસ=વિજયી ભારત. આ ટ્વિટ કરીને પીએમ મોદીએ જીત પર તેમની પહેલી પ્રતિક્રિયા આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર