Home /News /national-international /

પીએમ મોદી પોતાના જ જૂઠાણાની લહેરમાં ડૂબી જશે: નવજોત સિદ્ધુ

પીએમ મોદી પોતાના જ જૂઠાણાની લહેરમાં ડૂબી જશે: નવજોત સિદ્ધુ

નવજોત સિદ્ધુ

સિદ્ધુએ કહ્યું કે, મોદી ફીકા પકવાન જેવા, કોંગ્રેસ અરબી ઘોડો

    કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ ભાજપ પર મોટો હુમલો કર્યો છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી તેઓએ કહ્યું કે પીએમ મોદી એક ઊંચી દુકાન ફીકા પકવાનની જેમ છે. તેઓએ કોંગ્રેસની તુલના અરબી ઘોડા સાથે કરી તો બીજી તરફ બીજેપીને પ્રિન્સ ચાર્લ્સની ઘોડા સાથે તુલના કરી. તેઓએ કહ્યું કે ભાજપ આ વખતે જૂઠાણાની લહેર ચલાવી રહ્યું છે.

    સિદ્ધુએ કહ્યું કે, પાંચ વર્ષમાં ગંગા બિલકુલ પણ સ્પષ્ટ નથી થઈ. કોઈને નોકરીઓ નથી આપવામાં આવી, માત્ર કાગળો પર દર્શાવવામાં આવ્યું છે. સિદ્ધુએ વધુમાં કહ્યું કે, પીએમ માત્ર દર્શન આપે છે, તેઓ પોતાની જ જૂઠાણાની લહેરમાં ડૂબશે. આજે જો જોવામાં આવે તો વારાણસીમાં ગંગા સૌથી વધુ ગંદી થઈ ગઈ છે. સિદ્ધુએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે જે સ્પીડે મોદી સરકાર ગંગા નદીને ચોખ્ખી કરી રહી છે, તો ગંગાને ચોખ્ખી કરતાં 200 વર્ષ લાગશે.

    સિદ્ધુએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા દ્વારા 2.5 લાખ ગામોને તેનો ફાયદો મળવાનો હતો. પરંતુ હકીકતમાં માત્ર 1.10 લાખ ગામોમાં માત્ર કેબલ પહોંચ્યા છે, જેમાં 2 ટકા ગામોમાં ઇન્ટરનેટ કનેક્શન પણ નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Navjot Sidhu, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन