PM મોદી આપી શકે છે આ 18-20 લોકોને વિદાય, નૃપેન્દ્ર મિશ્રાને ફરી મળશે તક?

News18 Gujarati
Updated: June 2, 2019, 10:22 AM IST
PM મોદી આપી શકે છે આ 18-20 લોકોને વિદાય, નૃપેન્દ્ર મિશ્રાને ફરી મળશે તક?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એનએસએ અજીત ડોભાલ (PTI)

ગુજરાતના CM તરીકેના અનુભવને આધારે મોદીએ બ્યૂરોકેટ્સની ટીમ તૈયાર કરી હતી, જે સીધી પીએમને રિપોર્ટ કરતી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળની સાથે જ તેમની સાથે ખભેથી ખભા મેળવીને ચાલનારી બ્યૂરોક્રેસી ટીમના અનેક મહત્વપૂર્ણ પદો પર કાર્યરત અધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાં તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને પીએમ મોદીના પ્રધાન સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાના નામ પણ સામેલ છે. પરંતુ એવું નક્કી માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આ બંને અધિકારીઓનો કાર્યકાળ આગળ વધારશે, પરંતુ કેબિનેટ સચિવ પીકે સિન્હા સહિત લગભગ 18થી 20 બ્યૂરોકેટ્સ આ વખતે બદલવામાં આવશે.

મૂળે, પીએમ મોદીનો કામ કરવાનો એક ખાસ અંદાજ છે. તેઓ પોતાની કેબિનેટ પસંદ કર્યા બાદ બીજું સૌથી મુખ્ય કામ બ્યૂરોકેટ્સની એક ટીમ તૈયાર કરવાનું કરે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી કેબિનેટની જેમ જ અહીં પણ કેટલાક મોટા ફેરફાર કરવાના છે. મળતી જાણકારી મુજબ, આ વખતે લગભગ 18-20 બ્યૂરોકેટ્સને તેમના પદોથી હટાવીને નવા બ્યૂરોકેટ્સને ટીમમાં સામેલ કરવામાં આવશે.

15 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે કેબિનેટ સચિવ

ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયના અહેવાલ મુજબ, કેબિનેટ સચિવ પીકે સિન્હા આગામી 15 જૂને નિવૃત થઈ રહ્યા છે. આ વખતે તેમને પદ છોડવું જ પડશે, કારણ કે તેઓ પહેલા જ બે વાર પોતાની નિવૃતિ પર એક્સટેન્શન લઈ ચૂક્યા છે. આ જ રીતે RAW તથા બીજી સુરક્ષા એજન્સીઓના અનેક મહત્વપૂર્ણ પદ ખાઈ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમય દરમિયાનના અનુભવોની સાથે પીએમ બન્યા બાદ બ્યૂરોકેટ્સની એક ટીમ તૈયારી કરી હતી, જે સીધી પીએમ મોદીને રિપોર્ટ કરતી હતી.

કોણ લેશે પીકે મિશ્રાનું સ્થાન?

સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આ વખતે કેબિનેટ સચિવ પીકે સિન્હાનું જવાનું નક્કી છે. તેથી આ પદને યોગ્ય ઉમેદવારની તલાશ ચાલી રહી છે. હાલ આ પદ માટે સૌથી આગળ રાજીવ ગૌબાનું નામ ચાલી રહ્યું છે. તેઓ પણ એક સીનિયર બ્યૂરોક્રેટ છે.બરાક ઓબામાએ કર્યા હતા પીએમ મોદીના વખાણ

પીએમ મોદીના કામ કરવાના અંદાજ વિશે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ પોતાની મત વ્યક્ત કર્યો હતો. તેઓએ બ્યૂરોક્રેસીને લઈને ઉઠાવવામાં આવેલા પીએમ મોદીના પગલા વિશે કહ્યું હતું કે પીએમ મોદીએ ભારતની બ્યૂરોક્રેસીને સક્રિય કરી દીધી છે.

આ પણ વાંચો, ફરી પાક.ની નાપાક હરકત, ભારતીય ઉચ્ચાયોગની પાર્ટીમાં મેહમાન સાથે ગેરવર્તણૂક

ત્યારબાદ અમેરિકાના એક પ્રમુખ અખબારે મોદી સરકાર વિશે વિસ્તારથી એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. તેનું શીર્ષક પીએમ મોદીની બ્યૂરોક્રેસીને લઈને કરવામાં આવેલા ફેરફારો વિશે હતું. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પીએમ મોદીએ પોતાના કાર્યકાળના માત્ર 6 મહિનામાં દેશની બ્યૂરોક્રેસીમાં જેટલો ફેરફાર કરી દીધી છે તેટલો ભારતીય સરકારના 50 વર્ષોના ઈતિહાસમાં નથી થયો.

બ્રિટેન અને ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રપ્રમુખોએ પણ મોદીના કર્યા હતા વખાણ

પીએમ મોદીની બ્યૂરોક્રેસીની મજબૂત ટીમને જોયા બાદ બ્રિટનના પીએમ ડેવિડ કેમરૂન અને ઓસ્ટ્રેલિયાના પીએમ ટોની એબોટે ભારતીય બ્યૂરોક્રેસી ટીમમાં થયેલા ફેરફારો અને તેના નવા રુપના ખૂબ જ વખાણ કર્યા હતા. સાથોસાથ બંનેએ એવું કહ્યું કે મોદીના આ પગલાથી ભારતની તાકાત ઘણી વધી ગઈ છે.

બ્યૂરોક્રેટનું આપ્યું વિદેશ મંત્રીનું પદ

બ્યૂરોક્રેસીમાંથી આવનારા લોકો પીએમ મોદીની સરકારમાં કેટલું મહત્વપ ધરાવે છે તેનો સંદેશ પીએમ મોદીએ એક બ્યૂરોક્રેટને વિદેશ મંત્રી બનાવીને આપ્યો છે. દેશના નવા વિદેશ મંત્રી પહેલા વિદેશ સચિવ હતા. હવે તેઓ સીધા ભારતના વિદેશ મંત્રી બની ગયા છે. એવામાં પીએમ મોદીની નવી બ્યૂરોક્રેસી ટીમનું સ્વરૂપ શું હશે, તેની સૌ રાહ જોઈ રહ્યા છે.
First published: June 2, 2019, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading