PM Modi in UP: ભેટ લઇને ત્રણ દિવસનાં યૂપી પ્રવાસ પર મોદી, ઝાંસી અને મહોબામાં કરશે જનસભાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ પ્રવાસ શરૂ કરવાં જઇ રહ્યાં છે. (Photo: Twitter/ANI)

PM Modi in UP: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવારનાં ઉત્તર પ્રદેશનાં ત્રણ દિવસીય પ્રવાસની શરૂઆત કરશે. સરકારી સૂત્રોએ News 18ને જણાવ્યું કે, PM શુક્રવારે જનસભાઓ માટે ઝાંસી અને મહોબામાં જશે. તે બુંદલેખંડને મોટી ભેટ આપશે. ઘણી યોજનાઓ અને પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. આ બાદ તેઓ લખનઉ જશે અને દિલ્હી પરત ફરતાં પહેલાં શનિવાર અને રવિવારનાં ડીજીપીનાં સમ્મેલનમાં શામેલ થશે. PM દ્વારા બે જનસભાઓથી બુંદેલખંડ માટે એક મજબૂત રાજકીય સંદેશ મળવાની આશા છે.

  • Share this:
    નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) શુક્રવારનાં ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસય પ્રવાસની શરૂઆત કરશે. સરકારી સૂત્રોએ News 18ને જણાવ્યાં અનુસાર, PM શુક્રવારનાં જનસભાઓ માટે ઝાંસી અને મહોબામાં જશે. તે બુંદલેખંડને મોટી ભેટ આપશે. ઘણી યોજનાઓ અને પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. આ બાદ તેઓ લખનઉ જશે અને દિલ્હી પરત ફરતાં પહેલાં શનિવાર અને રવિવારનાં ડીજીપીનાં સમ્મેલનમાં શામેલ થશે.

    PM દ્વારા બે જનસભાઓથી બુંદેલખંડ માટે એક મજબૂત રાજકીય સંદેશ મળવાની આશા છે. પ્રધાનમંત્રી, રાણી લક્ષ્મી બાઇની જયંતીનાં અવસર પર 'ઝાંસી જલસા મહોત્સવ'નાં સમાપન માટે ઝાંસીમાં હશે. PM નરેન્દ્ર મોદી યુપી ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનાં ઝાંસી નોડમાં ભારત ડાયનેમિક્સની પહેલી પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. અને એક મેગા સૌર ઉર્જા સંયંત્રની આધારશિલા પણ મુકશે.

    પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારતને વધારો આફવા માટે સ્વદેશમાં વિકસિત લાઇટ કોમ્બેટ હેલીકોપ્ટર, ડ્રોન/યૂએવી અને નૌસેનાનાં જહાજ માટે ઉન્નત ઇડ્યૂ સૂટ પણ સશત્ર દળને સોંપશે. તે શહીદ નાયકોને શ્રદ્ધાંલિ આપવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર ડિજિટલ કિયોસ્ક લોન્ચ કરશે. ઉલ્લેખીય છે કે, 19 નવેમ્બરનાં ઝાંસીનાં ઐતિહાસિક કિલ્લાનાં પ્રાંગણમાં ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે. આ દિવસે રાણી લક્ષ્મી બાઇનો જન્મ દિવસ પણ છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર PM પોતાને એસોશિએશનનાં પહેલાં સભ્યનાં રૂપમાં નામાંકિત કરવાં NCC એલૂમીની એસોશિએશનનો શુભારંભ કરશે. તે મહોબામાં અન્ય યોજનાઓની સાથે અર્જુન બાંધ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. તે PM 20 અને 21 નવેમ્બરનાં ડીજીપી સમ્મેલન માટે લખનઉ જશે.

    PM મોદીએ તેમનાં એક અંગત સચિવે જણાવ્યું કે, 2014થી તે પ્રધાનંત્રીનાં ડીજીપી સમ્મેલનમાં ખાસ રસ લીધો છે. આ પહેલાં આ સમ્મેલનમાં પ્રધાનમંત્રીની પ્રતીકાત્મક ઉપસ્તિથિ હોતી હતી. તે બાદ મોદીએ આ સમ્મેલનનાં તમામ સત્રોમાં ભાગ લેવાનું શરૂ કર્યું સચિવે તેને ખુબ મોટી વાત ગણાવી. તેમની ઉપસ્થિતિ પોલીસનાં શીર્ષ અધિકારીઓની વચ્ચે સ્વતંત્ર અને અનૌપચારિક ચર્ચાઓને પ્રોત્સાહિત કરે છે. સુરક્ષા મુદ્દાઓ પર તેઓ સીધા પ્રધાનમંત્રીને માહિતી આપે છે અને મોદી પણ તેમની સાથે કનેક્ટ કરે છે.
    Published by:Margi Pandya
    First published: