Home /News /national-international /

PM મોદીએ માસ્ક પહેરીને મુખ્યમંત્રીઓ સાથે કર્યો સંવાદ, લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધે તેવી શક્યતા

PM મોદીએ માસ્ક પહેરીને મુખ્યમંત્રીઓ સાથે કર્યો સંવાદ, લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધે તેવી શક્યતા

પીએમ મોદીએ માસ્ક પહેરીને સંવાદ કર્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો, આ દરમિયાન તેમણે માસ્ક પહેરી રાખ્યું હતું.

    નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)એ શનિવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના અને લૉકડાઉન (Lockdown) મામલે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે પોતાના ચહેરા પર માસ્ક (Mask) પહેરી રાખ્યું હતું. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે દેશમાં કોરોનાના ખતરા બાદ વડાપ્રધાન માસ્ક પહેરીને નજરે પડ્યા હોય. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે લૉકડાઉન સમાપ્ત કરી દેવું જોઇએ કે નહીં તે અંગે વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓનો અભિપ્રાય માંગ્યો હતો. આ દરમિયાન છ રાજ્યના મુખ્યમંત્રીઓએ લૉકડાઉનનું સમર્થન કર્યું હોવાનું જાણવા મળે છે.

    હું તમારી સેવામાં 24x7 હાજર : પીએમ મોદી

    મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "હું તમારા તમામ માટે 24 કલાક અને સાતેય દિવસ હાજર છું. કોઈ પણ મુખ્યમંત્રી ગમે ત્યારે ફોન કરીને કોવિડ 19 મામલે સલાહ-સૂચન કરી શકે છે. આપણે આ મુશ્કેલીની ઘડીમાં ખભાથી ખભો મીલાવીને સાથે ઉભા રહેવું જોઇએ."

    લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધે તેવી શક્યતા

    દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 7,400 અને મૃત્યાંક 250ની આસપાસ પહોંચતા લૉકડાઉનને 14મીથી 30મી એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે. આજે આ મામલે વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે લૉકડાઉન વધે તેવી પૂરી શક્યતા છે.

    સૂત્રએ ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આખા દેશમાં જે જિલ્લાઓને હૉટસ્પોટ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે ત્યાં લૉકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. જે જિલ્લાઓમાં કોરોનાનો પ્રભાવ નથી ત્યાં થોડી છૂટ આપી શકાય છે. પરંતુ આ દરમિયાન ઇન્ટરનેશનલ હેલ્થ પ્રૉટોકોલનું પાલન કરવું પડશે.



    આ પણ વાંચો : કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવે તો પણ ચિંતા કરજો, વાયરસ હોઈ શકે છે!

    નોંધનીય છે કે કોરોનાને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતમાં પહોંચી ગયેલા વિવિધ જિલ્લાઓમાં હવે રાજસ્થાનના ભીલવાડાના મોડલનો પ્રયોગ થઈ રહ્યો છે. અહીં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે મોટા પ્રમાણમાં સ્ક્રિનિંગ થઈ રહ્યુ છે. લૉકડાઉનનો પણ ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ન્યૂઝ18 સાથે વાતચીત કરતા એસડીએમ ટીના ડાબીએ જણાવ્યું હતું કે, ઈટાલી જેવી પરિસ્થિતિ રોકવા માટે બીજા હૉટસ્પોટ પર પણ ભીલવાડા જેવું મોડલ અપનાવવામાં આવે તે જરૂરી છે.

    પીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન આશરે છ જિલ્લાએ લૉકડાઉનને વધારવાની તરફેણ કરી છે. જેમાં પંજાબ, ઓડીશા અને રાજસ્થાન પહેલા જ આ અંગેની જાહેરાત કરી ચુક્યાં છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેકર રાવે પણ પીએમ મોદીને લૉકડાઉન વધારવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્રને ફરીથી બેઠું કરી શકાશે પરંતુ જિંદગીના કેસમાં આવું શક્ય નથી. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને લૉકડાઉન 30મી એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી.

    આ પણ વાંચો : નવો ટ્રેન્ડ : સાજા થયા બાદ ફરીથી કોરોનાનો શિકાર બની રહ્યા છે લોકો, અનેક દર્દીઓ મળ્યાં

    કેજરીવાલે વીડિયો કૉન્ફન્સ દરમિયાન કહ્યું હતું કે, "લૉકડાઉનને નિર્ણય રાષ્ટ્રીય સ્તર પર લેવો જોઈએ, કારણ કે રાજ્યના સ્તરે લેવાયેલો નિર્ણય કદાચ એટલો અસરકારક ન રહે. રોડ, રેલ કે એર ટ્રાન્સપોર્ટને શરૂ કરવાની મંજૂરી બિલકુલ ન આપવામાં આવે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Mask, નરેન્દ્ર મોદી, પીએમ, સીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन