100 વર્ષની મારી માતાએ પણ લીધી છે કોરોના વેક્સિન, માટે અફવાઓથી દૂર રહો: PM Modi

પીએમ મોદીની ફાઈલ તસવીર

 • Share this:
  નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Pm Modi)એ રવિવારે દેશવાસીઓને ચેતવ્યા હતા કે એ સમજવાની ભૂલ ન કરશો કે, કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી પૂર્ણ થઈ ગઈ છે. મોદીએ કહ્યું કે વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. માટે આપણે આપણા બચાવ માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવા તેમજ વેક્સિન સિવાય બીજો કોઈ અન્ય ઉપાય નથી. પ્રધાનમંત્રીએ આકાશવાણીના રેડિયો કાર્યક્રમ મન કી બાતના 78માં એપિસોડમાં લોકો સાથે પોતાના વિચાર્યો મુકતા કહ્યું કે. રસીકરણ અંગે ફેલાવામાં આવી રહેલી અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ અને રસી લેવા અપીલ કરી હતી.

  લોકોની મૂંઝવણને દૂર કરવા વડા પ્રધાને તેમનો દાખલો આપ્યો અને કહ્યું, 'મેં બંને ડોઝ લીધા છે. મારી માતા લગભગ 100 વર્ષની છે. તેમણે બંને ડોઝ પણ લીધા છે, તેથી રસી વિશે કોઈ પણ પ્રકારની અફવા તરફ ધ્યાન આપશો નહીં. તેણે કહ્યું, 'આ રોગના નાશ કરવો મુશ્કેલ છે તેના અનેક રૂપ છે અને હાલમાં તે અલગ-અલગ રૂપ લઇ રહ્યો છે. આ ભયાનક રોગથી બચવાની માત્ર 2 જ રીત છે. પ્રથમ રસ્તો એ છે કે, કોરોના વાયરસથી સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન કરવું અને બીજી રીત રસીકરણ છે.

  મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના એક ગામના લોકો સાથે વાત કરતા વડા પ્રધાને તેમને અપીલ કરી કે તેઓ કોઈ પણ ખચકાટ વિના રસી લે અને અફવાઓ પર ધ્યાન ન આપે. પ્રધાનમંત્રીએ કહ્યું, 'વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરીને અને એક વર્ષની મહેનત બાદ રસી બનાવી છે. તેથી જ આપણે વિજ્ઞાનિકો પર વિશ્વાસ કરવો જોઈએ, અસત્ય ફેલાવનારાઓને સમજાવવું જોઈએ કે આવું થતું નથી.

  આ પણ વાંચો: Mann Ki Baat: PMએ મિલખા સિંહને કર્યા યાદ, રસીકરણ અને જળ સંરક્ષણ અંગે કરી વાત  તેમણે કહ્યું કે દેશની કોરોના વાયરસ સામે લડત ચાલી રહી છે અને આ યુદ્ધમાં દેશ દરરોજ અનેક અસાધારણ લક્ષ્યો હાંસલ કરી રહ્યો છે. આ એપિસોડમાં, તેમણે 21 જૂને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે 86 લાખથી વધુ લોકોને નિ:શુલ્ક રસીકરણ વિશે ઉલ્લેખ કર્યો છે. મોદીએ કહ્યું કે રસી ન લેવી ખૂબ જ જોખમી હોઈ શકે છે અને તે વ્યક્તિના જીવનને જોખમમાં નાખે છે, પરંતુ તેના પરિવાર અને ગામને પણ જોખમમાં મૂકે છે. તેમણે કહ્યું કે, દેશમાં આવા ઘણા ગામો છે જ્યાં 100% રસી આપવામાં આવી છે અથવા તેની નજીક છે. વડા પ્રધાને આ સંદર્ભમાં કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ત્રણ ગામો અને નાગાલેન્ડનું ઉદાહરણ આપ્યું.
  Published by:kuldipsinh barot
  First published: