Home /News /national-international /

PM Modi-Putin talks: પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, PMએ કહ્યું- સંબંધો વધારે મજબૂત થયા

PM Modi-Putin talks: પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા, PMએ કહ્યું- સંબંધો વધારે મજબૂત થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

PM Narendra Modi Meets Russian President Vladimir Putin - રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું- અમે ભારતને એક મહાન શક્તિ, એક મિત્ર રાષ્ટ્ર અને સમયની કસોટી પર ખરા ઉતરનાર મિત્રના રૂપમાં જોઈએ છીએ

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સોમવારે નવી દિલ્હીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત (PM Narendra Modi Meets Russian President Vladimir Putin)કરી છે. આ મુલાકાત વિશે પીએમ મોદીએ કહ્યું કે કોવિડથી ઉત્પન થયેલા પડકારો છતા ભારત-રશિયાના સંબંધોની વૃદ્ધિની ગતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી. અમારી વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારી સતત મજબૂત થઇ રહી છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દશકોમાં દુનિયાએ ઘણા આમૂલ ફેરફાર જોયા અને વિભિન્ન પ્રકારના ભૂ-રાજનીતિક સમીકરણ સામે આવ્યા પણ ભારત અને રશિયાની (Russia)દોસ્તી કાયમ રહી છે.

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે સંબંધ વાસ્તવમાં આંતરરાજ્યીય મિત્રતાનું એક અનુઠુ અને વિશ્વસનીય મોડલ છે. બન્ને નેતાઓની આ મુલાકાત નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઇ રહી છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનું (Vladimir Putin)સ્વાગત કર્યું હતું.



    આ પણ વાંચો - યુક્રેન ઉપર મોટો હુમલો કરવાની તૈયારીમાં રશિયા, US મીડિયા રિપોર્ટમાં ખુલાસો, પુતિને કર્યો ઇન્કાર

    આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે અમે ભારતને એક મહાન શક્તિ, એક મિત્ર રાષ્ટ્ર અને સમયની કસોટી પર ખરા ઉતરનાર મિત્રના રૂપમાં જોઈએ છીએ. આપણા દેશો વચ્ચે સંબંધો વધી રહ્યા છે અને ભવિષ્ય તરફ જોઈ રહ્યો છું. વર્તમાનમાં ભારત અને રશિયાનું સંયુક્ત રોકાણ લગભગ 38 બિલિયન છે. જેમાં રશિયાની તરફથી થોડું વધારે નિવેશ વધવા જઈ રહ્યું છે. સેન્ય અને ટેકનિક ક્ષેત્રમાં જે રીતે અમે આપસી સહયોગ કરીએ છીએ આવું કોઇ દેશ કરતા નથી. અમે ભારતમાં ઉચ્ચ ટેકનિક વિકસિત કરવાની સાથે-સાથે ઉત્પાદન પણ કરીએ છીએ.પુતિને કહ્યું કે સ્વાભાવિક રુપે અમે દરેક એ વિશે ચિંતિત છીએ જેનો આતંકવાદ સાથે લેવા-દેવા છે. આતંકવાદ સામે લડાઇ પણ માદક પદાર્થોની તસ્કરી અને સંગઠિત અપરાધ સામે લડાઇ છે. આ સંબંધમાં અમે અફઘાનિસ્તાનમાં સ્થિતિના વિકાસ વિશે ચિંતિત છીએ.

    ભારત અને રશિયા વચ્ચે મહત્વના સમજુતી

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષા મંત્રી જનરલ સર્ગેઇ શોઇગુએ ભારત અને રશિયા વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને રશિયા વચ્ચે રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી 6,01,427 7.63×39 મિમી અસોલ્ટ રાઇફલ્સ AK-203ની ખરીદી માટે કરાર 2021-2031થી સૈન્ય ટેકનિક સહયોગ કાર્યક્રમ માટે સમજુતી પર હસ્તાક્ષર થયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Russia, Vladimir putin, પીઅેમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन