Home /News /national-international /PM મોદી મેઘાલયના પ્રવાસે; રાજ્યને કરોડોની ભેટ, NECની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો

PM મોદી મેઘાલયના પ્રવાસે; રાજ્યને કરોડોની ભેટ, NECની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો

પીએમ મોદી મેઘાલયની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે મેઘાલયના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ, તમામ પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં પીએમ મોદીની સામે કાઉન્સિલની 50 વર્ષની સફર પર એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 50 વર્ષમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમાં NECના યોગદાનનો ઉલ્લેખ કરતી સ્મારક પુસ્તક 'ગોલ્ડન ફૂટપ્રિન્ટ્સ'નું વિમોચન કર્યું હતું.

વધુ જુઓ ...
શિલોંગઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે મેઘાલયના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ, તમામ પૂર્વોત્તર રાજ્યોના રાજ્યપાલો અને મુખ્ય પ્રધાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં પીએમ મોદીની સામે કાઉન્સિલની 50 વર્ષની સફર પર એક ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 50 વર્ષમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમાં NECના યોગદાનનો ઉલ્લેખ કરતી સ્મારક પુસ્તક 'ગોલ્ડન ફૂટપ્રિન્ટ્સ'નું વિમોચન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વ કાઉન્સિલની બેઠક હમણાં જ યોજાઈ છે. PM એ આગામી 50 વર્ષ માટે નોર્થ-ઈસ્ટ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા સૂચના આપી છે. જો તમે 8 વર્ષ પહેલાના પૂર્વોતર અને આજના પૂર્વોતર સરખાવશો તો તમને જણાશે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર પૂર્વોતર શાંતિ અને વિકાસના માર્ગ પર છે. તેમના કાર્યકાળ દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોના ઘણા જિલ્લાઓ AFSPA મુક્ત બન્યા. અમે ઇચ્છીએ છીએ કે જે લોકો આતંકવાદના માર્ગને અનુસરે છે તેઓ મેનસ્ટ્રીમ આવે અને અહીંના વિકાસમાં યોગદાન આપે.

આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યા કેસ જેવો બીજો મામલો, પતિએ પત્નીના લાશના 50 ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા



અમિત શાહે કહ્યું કે અગાઉ નોર્થ-ઈસ્ટ માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ તે તળિયે પહોંચ્યું ન હતું. આજે આ વિસ્તારના દરેક ગામમાં વિકાસના પૈસા પહોંચી રહ્યા છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી 50થી વધુ વખત નોર્થ-ઈસ્ટ આવ્યા છે. તેમના પહેલા અન્ય કોઈ વડાપ્રધાને આટલી વખત નોર્થ ઈસ્ટની મુલાકાત લીધી નથી. આજે આપણું ઉત્તર-પૂર્વ તમામ વિવાદોથી મુક્ત થવા જઈ રહ્યું છે.આઠ વર્ષ પહેલાં બોમ્બ વિસ્ફોટ, ગોળીબાર, વિવિધ આતંકવાદી જૂથો ઉત્તર-પૂર્વની ઓળખ બની ગયા હતા. મોદી યુગમાં 8 વર્ષમાં ઉગ્રવાદની ઘટનાઓમાં 70 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
First published:

Tags: Meghalaya, PM Modi પીએમ મોદી, Visit