નવી દિલ્હી : દલિત સમુદાય (Dalit Community) માટે મહાત્મા બુદ્ધ પૂજનીય છે. ઉત્તર પ્રદેશમાં દલિત નેતા માયાવતી સાથે બહોળી સંખ્યમાં દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર પર ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીથી પોતાની નેપાળ યાત્રા (PM modi on nepal visit)ની શરૂઆત કરી છે. આ સાથે જ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીએ (BJP) દલિત સમાજને ખાસ સંદેશ આપ્યો છે.
જોકે, આ મુલાકાતના ઘણા મતલબ છે, પરંતુ યૂપીમાં તેનો સંદેશ થોડો અલગ છે. આ વર્ષે યૂપીમાં વિધાનસભા ચૂંટણી બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બસપા અને માયાવતીમાં તાકાત બાકી નથી રહી. આવી સ્થિતિમાં ભાજપ પાસે દલિત વોટબેંકને વધુ મજબૂત કરવાની મોટી તક છે. બસપાની આ વોટબેંકમાં ભાજપે પહેલેથી જ ગાબડું પાડી દીધું છે, પરંતુ હવે ભાજપ આખી વોટબેંક જ કબજે કરવા પ્રયાસ કરે છે.
લોકસભાની ચૂંટણી બે વર્ષ પછી થવાની છે. આવી સ્થિતિમાં ભાજપની નજર યૂપીની બહારના રાજ્યોમાં દલિત વોટબેંક પર પણ છે. બધા જાણે જ છે કે, દલિતો ભાજપની પરંપરાગત વોટબેંક નથી રહી, પરંતુ ભાજપ ઘણી હદ સુધી ગાબડું પાડવામાં સફળ રહ્યું છે.
ન્યૂઝ18 સાથે વાતચીત દરમિયાન લખનઉના રિસર્ચ ફેલો ડૉ. આર બી રાવતે નરેન્દ્ર મોદીની લુમ્બિની અને કુશીનગરની મુલાકાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડો. રાવતે કહ્યું કે બુદ્ધને સમગ્ર વિશ્વમાં શાંતિના સંદેશવાહક માનવામાં આવે છે. અત્યારે જ્યારે વિશ્વમાં ઉથલપાથલ ચાલી રહી છે, યુદ્ધો થઈ રહ્યા છે અને અમેરિકાની સત્તા વૈશ્વિક સ્તરે નબળી પડી રહી છે. આવા સમયે નરેન્દ્ર બુદ્ધના જન્મસ્થળ પર જઈને વૈશ્વિક નેતાની છબી વધુ મજબૂત કરવાનો પીએમ મોદીનો પ્રયાસ છે.
બીજી તરફ દલિત સમાજના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય એકતા મંચના અધ્યક્ષ ભવનાથ પાસવાને કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આ પગલું ધાર્મિક નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે ઉઠાવ્યું છે. આ પગલા દ્વારા દલિત સમુદાયને પોતાના પક્ષે મજબૂત રીતે એકત્રિત કરી શકાય છે. પહેલી વખત વડાપ્રધાન બુદ્ધ પૂર્ણિમા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે, જેથી તેને 2024ની લોકસભા ચૂંટણી સાથેની કડી તરીકે પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર વિજય ભટ્ટ પણ આ બાબત પર જ ઈશારો કરે છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી ડો.આંબેડકર અને કાશીરામના નામે દલિત રાજકારણ કરવામાં આવ્યું છે, હવે તે બુદ્ધના નામે પણ શરૂ થયું છે. ભાજપે દલિતો સુધી પહોંચવા માટે દરેક સંભવિત પદ્ધતિ અપનાવી છે. બસપાએ દલિતોમાં સત્તાના સમાન હિસ્સાની ભૂખ ચોક્કસ જગાવી છે, પરંતુ તેને અસલી આકાર ભાજપે આપ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની ચૂંટણી હાલમાં જ પૂરી થઈ છે અને બે વર્ષ બાદ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. દલિત વસ્તીની દ્રષ્ટિએ દેશના ત્રણ સૌથી મોટા રાજ્યોમાં યૂપી, પંજાબ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. યૂપીમાં દલિત સમાજની વોટબેંકમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. માયાવતી અને બસપાના ઘટતા જતા જનાધાર વચ્ચે ભાજપ સમગ્ર દલિત વોટબેંકને કબજે કરવા તરફડતી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર અને પંજાબમાં ભાજપ દલિત વોટબેંકમાં ગાબડું પાડીને પોતાની સ્થિતિ સુધારવા તલપાપડ છે.
યૂપીમાં દલિત વસ્તી લગભગ 21 ટકા છે. બસપાએ આ વોટબેંકની મદદથી યૂપીમાં ચાર વખત સરકાર બનાવી હતી. આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં બસપા 12.88 ટકા વોટ સાથે અટકી ગઈ હતી. દલિત મતનો મોટો ભાગ તેમનાથી અલગ થઈ ગયો છે અને ભાજપ બસપા સાથે જોડાયેલી આખી દલિત વોટબેંકને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે. જો પાર્ટી આમ કરવામાં સફળ થશે તો યૂપીમાં ભારતીય જનતા પાર્ટી અજેય રહેશે, દિલ્હીની ચાવી પણ યૂપી પાસે જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર