Home /News /national-international /વડાપ્રધાન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાને રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિને લઈને દેશમાં અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યાં રાજધાની દિલ્હીમાં પણ રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન વિજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

    રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન


    રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિને લઈને દેશમાં અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યાં રાજધાની દિલ્હીમાં પણ રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા. આ કાર્યક્રમ 7.30થી 8.30 વાગ્યા સુધી રાજઘાટ પર યોજવામાં આવ્યો હતો.


    કોંગ્રેસના સોનિયા ગાંધીની પણ શ્રદ્ધાંજલિ


    તેમના પહેલાં કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે રવિવારે સવારે રાજઘાટ પહોંચ્યા હતા. બંનેએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગાંધી જયંતિએ ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થયા હતા. યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે G.P.O ગાંધીજીની પ્રતિમા પાસે પુષ્પાંજલિ-માલ્યાર્પણ જેવા કાર્યક્રમમાં સવારે 8.30 વાગ્યે ભાગ લીધો હતો. ત્યારબાદ લખનૌના હજરતગંજ સ્થિત ક્ષેત્રીય ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના અધિકારીક નિવાસસ્થાન 5, કાલિદાસ માર્ગ પર ગાંધી જયંતિના ઉપલક્ષ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


    પ્રશાંત કિશોર ‘જન સુરાજ’ પદયાત્રા કરે છે


    રાજનીતિકાર પ્રશાંત કિશોર ગાંધી જયંતી એટલે કે આજથી પશ્ચિમ ચંપારણના ભિતિહરવા ગાંધી આશ્રમથી ‘જન સુરાજ’ પદયાત્રા શરૂ કરી રહ્યા છે. તેમની 3500 કિલોમીટરની પદયાત્રા આગામી દોઢ વર્ષમાં બિહારના ખૂણે ખૂણે પહોંચશે. પ્રશાંતિ કિશોરે આવનારા 10 વર્ષોમાં બિહારને દેશના મુખ્ય 10 રાજ્યોમાં સામેલ કરવાનો સંકલ્પ લીધો છે અને તે લોકોને ‘જન સુરાજ’ પદયાત્રામાં જોડાવવા માટે અપીલ કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે કહ્યુ હતુ કે, ‘આ પદયાત્રાના ત્રણ મૂળ ઉદ્દેશ્ય છે. પહેલો સમાજની મદદથી જમીની સ્તરે સાચા લોકોને ચિહ્નિત કરવાના, બીજો છે તેમને એક લોકતાંત્રિક મંચ પર લાવવાનો પ્રયાસ કરવો અને ત્રીજો સ્થાનિક સમસ્યાઓ અને સંભાવનાઓને સારું બનાવવા અને સમજીને તેના આધારે નગર તથા પંચાયતની પ્રાથમિકતાઓની સૂચી બનાવી તેના વિકાસની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Mahatma gandhi, PM Narendra Modi Live

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन