Home /News /national-international /

PM મોદીનું UAEમાં ભવ્ય સ્વાગત, શહજાદાએ પ્રોટોકોલ તોડી કર્યું સ્વાગત

PM મોદીનું UAEમાં ભવ્ય સ્વાગત, શહજાદાએ પ્રોટોકોલ તોડી કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય UAEના પ્રવાસે છે. જ્યાં અબુધાબી એરપોર્ટ પર એમનું ઉમળકાભરે સ્વાગત કરાયું હતું. જેમાં અબુધાબીના શહજાદા શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નહયાને પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજે મોદી ભારતીય સમુદાયને સંબોધન કરશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અબુધાબી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય UAEના પ્રવાસે છે. જ્યાં અબુધાબી એરપોર્ટ પર એમનું ઉમળકાભરે સ્વાગત કરાયું હતું. જેમાં અબુધાબીના શહજાદા શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નહયાને પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આજે મોદી ભારતીય સમુદાયને સંબોધન કરશે.

આ ઘટનાને રાજકીય વિશ્લેષકો મહત્વની માની રહ્યા છે. મોદીના સ્વાગતમાં શહજાદાના પાંચ ભાઇઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યૂએઇની સત્તાવાર સમાચાર એજન્સી વામના જણાવ્યા અનુસાર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું અને પોતાનું સ્વાગત કરવા આવેલા શેખ, મંત્રીઓ, ઓફિસરો સાથે હાથ મિલાવ્યા હતા. બાદમાં મોદી વિશ્વ પ્રસિધ્ધ શેખ યાજય મસ્જિદ જોવા ગયા હતા. જ્યાં ભારતીયો દ્વારા એમનું ઉમળાભેર સ્વાગત કરાયું હતું અને મોદી મોદીના સુત્રોચ્ચાર કરાયા હતા. અહીં નોંધનિય છે કે, વડાપ્રધાન મોદીના આ પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, યૂએઇ ભારતની અર્થ વ્યવસ્થા, ઉર્જા અને સુરક્ષા જેવા મુદ્દે મહત્વપૂર્ણ છે. મારૂં હંમેશા માનવું રહ્યું છે કે, ક્ષેત્રીય અને દ્વિપક્ષીય સમસ્યાઓને દેશોએ સાથે મળીને ઉકેલવો જ શ્રેષ્ઠ છે. આપણે અન્ય બહારના લોકોના હસ્તક્ષેપના પરિણામો જોયા છે.
First published:

Tags: અબુધાબી, નરેન્દ્ર મોદી, મિશન અરબ, મોદી યૂએઇ પ્રવાસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन