VGIR 2020 Updates: ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં PM મોદીએ કહ્યું - મહામારીમાં દુનિયાએ જોઈ ભારતની તાકાત

PM નરેન્દ્ર મોદી

વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું આ વર્ષે ભારતે બહાદુરથી વૈશ્વિક કોરાના મહામારીનો મુકાબલો કર્યો

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આજે વૈશ્વિક નિવેશકો સાથે વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલ (VGIR - Virutal Golbal Investor Roundtable)ને સંબોધિત કરી રહ્યા છે. વર્ચ્યુઅલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે આ વર્ષે ભારતે બહાદુરથી વૈશ્વિક મહામારી કોવિડ-19નો મુકાબલો કર્યો છે. દુનિયાએ ભારતના રાષ્ટ્રીય ચરિત્રને જોયું છે. આ દરમિયાન ભારતની અસલી તાકાત પણ જોવા મળી હતી.

    પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થામાં સુધાર માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. ભારતને આત્મનિર્ભર બનાવવું ફક્ત એક વિચાર નથી પણ આ વિચારેલી આર્થિક રણનિતી છે. પીએમે આ પ્રસંગે કૃષિ ક્ષેત્રનો હાલમાં આવેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાએ ખેડૂતો સાથે ભાગીદારીની નવી સંભાવનાને ખોલી છે અને ભારત જલ્દી કૃષિ નિર્યાતના મોટા કેન્દ્રના રુપમાં ઉભરશે. ભારતને વૈશ્વિક આર્થિક પુનરુદ્ધારનું એન્જીન બનાવવા માટે જે પણ કરવું પડશે તે કરવામાં આવશે.

    પીએમે કહ્યું કે ભારતમાં લોકતંત્ર છે, યુવા જનસંખ્યા છે અને તેની સાથે માંગ અને વિવિધતા પણ છે. દેશમાં સ્ટ્રક્ચર પરિયોજનાઓમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત દીર્ઘકાલિન નિવેશ માટે સૌથી શાનદાર સ્થાન છે. ભારત કોર્પોરેટર કરમાં સૌથી ઓછા દર વાળા દેશમાંથી એક છે. તેમણે કહ્યું કે જો તમે વિશ્વાસ સાથે રોકાણ પર કમાણી ઇચ્છો છો તો ભારત આવું જ સ્થાન છે. જો તમે લોકતંત્ર સાથે માંગ ઇચ્છો છો તો ભારત તમારા માટે છે. જો તમે ટકાઉપણ અને સ્થિરતા ઇચ્છો છો તો ભારત આવું જ સ્થાન છે. જો તમે પર્યાવરણની સુરક્ષા સાથે આર્થિક વુદ્ધિ ઇચ્છો છો તો ભારત આવું જ સ્થાન છે.

    પીએમ મોદીએ બુધવારે આ બેઠક વિશે જાણકારી આપતા ટ્વિટર પર લખ્યું કે હું વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલથી જોડાઇશ. ભારતમાં રિફોર્મ અને દેશમાં નિવેશકો માટે અવસર પર વાત કરીશું. બેઠક વિત્ત મંત્રાલય (Ministry of Finance)અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (National Investment and Infrastructure Fund) દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો - GPSC Class 1 & 2 સહિત વિવિધ વિભાગો માટે કુલ 1203 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત



    મુકેશ અંબાણી સહિત આ ઉદ્યોગપતિ સામેલ

    આજની બેઠકમાં HDFCના ચેરમેન દીપક પારેખ, સન ફાર્માના સંસ્થાપક દિલીપ સંઘવી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, ઇન્ફોસિસના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન નંદન નિલેકણી, ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટા અને કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટક પણ પોતાના અનુભવ શેર કરવા સામેલ રહ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published: