Home /News /national-international /

PM મોદી કાશીમાં: કહ્યું- મારું સૌભાગ્ય છે કે આજે હું કાશીમાં છું

PM મોદી કાશીમાં: કહ્યું- મારું સૌભાગ્ય છે કે આજે હું કાશીમાં છું

મોદીએ કહ્યું કે જ્યારે હું વડાપ્રધાન નહોતો, ત્યારે પણ કાશી આવતો હતો અને મને લાગતું હતું કે અહીં કંઈક કરવું જોઈએ

મોદીએ કહ્યું કે જ્યારે હું વડાપ્રધાન નહોતો, ત્યારે પણ કાશી આવતો હતો અને મને લાગતું હતું કે અહીં કંઈક કરવું જોઈએ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશના તોફાની પ્રવાસ દરમિયાન વારાણસી પહોંચ્યા. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને કાશી વિશ્વનાથ કોરિડોરનું ભૂમિપૂજન કર્યું. ત્યારબાદ તેમણે લોકોને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું કે જ્યારે હું વડાપ્રધાન નહોતો, ત્યારે પણ અહીં આવતો હતો અને મને લાગતું હતું કે અહીં કંઈક કરવું જોઈએ. પરંતુ ભોલા બાબાએ નક્કી કર્યું હશે કે દીકરા વાતો બહુ કરો છો, અહીં આવો અને કંઈક કરીને બતાવો અને આજે ભોલા બાબાના આશીર્વાદથી આ સપનું પૂરું થઈ રહ્યું છે.

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે મહાત્મા ગાંધી અહીં આવ્યા હતા તો તેમના મનમાં પણ એ પીડા હતી કે ભોલા બાબાનું સ્થાન આવું કેમ? અને બીએચયુના એક કાર્યક્રમમાં બાપુએ પોતાના મનની વ્યથા જણાવતા પોતાની જાતને રોકી નહોતા શક્યા.

     પીએમ મોદીએ કહ્યું કે સદીઓથી આ સ્થાન દુશ્મનોના નિશાન પર રહ્યું, કેટલી વાર ધ્વસ્ત થયું, પોતાના અસ્તિત્વ વગર જીવ્યું. પરંતુ અહીંની આસ્થાએ તેને પુન:જીવિત કર્યું અને આ ક્રમ સદીઓથી ચાલી રહ્યો છે.

    પીએમ મોદીએ કહ્યું કે, આ કાશી વિશ્વનાથ ધામ હવે કાશી વિશ્વનાથ મંદિર પરિસરના નામે ઓળખાશે. તેનાથી કાશીની સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ બનશે.

    આ પણ વાંચો, શા માટે સોનિયા રાયબરેલી ચૂંટણી લડશે? પ્રિયંકાને અહીંથી ચૂંટણી ન લડાવવા માટે અનેક કારણ

    ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પીએમ મોદી ઉત્તર પ્રદેશને લઈ ખૂબ ગંભીર છે. પીએમ શુક્રવારે યૂપીના અનેક શહેરોનો પ્રવાસ કરશે. તેઓ કાનપુર, આગ્રા, વારાણસી, નોઈડા અને ગાજિયાબાદમાં ડઝનથી પણ વધુ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Kashi, Varanasi, ઉત્તરપ્રદેશ, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन