PM Modi at UNGA: બાઇડન સાથે મુલાકાત બાદ ન્યૂયૉર્ક પહોંચ્યા PM મોદી, આજે UNGAને કરશે સંબોધન
PM Modi at UNGA: બાઇડન સાથે મુલાકાત બાદ ન્યૂયૉર્ક પહોંચ્યા PM મોદી, આજે UNGAને કરશે સંબોધન
ન્યૂયોર્ક પહોંચ્યા પીએમ મોદી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ન્યૂયોર્ક (New York) પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી UNGAને સંબોધન કરશે.
વૉશિંગટન: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક (Quad Summit) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ન્યૂયોર્ક (New York) પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી UNGAને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે (PM Modi US tour) વૉંશિગટન પહોંચ્યા હતા. કોવિડ-19 પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઑસ્ટ્રેલિયા, જાપાનના પોતાના સમકક્ષ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પીએ મોદીએ કહ્યુ હતુ કે, તેમને દ્રઢ વિશ્વાસ છે કે ચાર લોકતંત્ર સમૂહ 'ફોર્સ ફૉર ગ્લોબલ ગુડ'ના રૂપમાં કામ કરશે અને હિન્દ-પ્રશાંતની સાથે સાથે આખી દુનિયામાં શાંતિ અને સમુદ્ધિ સુનિશ્ચિત કરશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ 25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન સાથે સમાપ્ત થશે. જેમાં કોવિડ-19 મહામારી, આતંકવાદથી છૂટકારો, જળવાયુ પરિવર્તન અને અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ પહેલા વ્હાઈટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi in US) પોતાના દોસ્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મારા મિત્રનું વ્હાઇટ હાઉસમાં (White House) સ્વાગત કરું છું. મેં પીએમ મોદીને કહ્યું કે દરરોજ સીટ પર એક ભારતીય અમેરિકન બેસે છે. કમલા હૈરિસના માતા એક જાણીતા વૈજ્ઞાનિક હતા. ભારત અને અમેરિકા વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા સૌથી વધારે નજીકના દેશ હશે.
Had an outstanding meeting with @POTUS@JoeBiden. His leadership on critical global issues is commendable. We discussed how India and USA will further scale-up cooperation in different spheres and work together to overcome key challenges like COVID-19 and climate change. pic.twitter.com/nnSVE5OSdL
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ભારતીય ડેલિગેશનનું સ્વાગત કરવા માટે હું તમારો ઘણો આભાર માનું છું. 2014થી મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની તક મળી. તે સમયે તમારું ભારત-અમેરિકાના સંબંધમાં જે વિઝન હતું તે ઘણું પ્રેરક હતું. રાષ્ટ્રપ્રમુખના રૂપમાં આ વિઝનને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તેનું હું સ્વાગત કરું છું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર