દિલ્હીઃ PM મોદી અચાનક ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યા, ગુરુ તેગ બહાદુરને અર્પી શ્રદ્ધાંજલિ

ગુરુ તેગ બહાદુરના શહાદત દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબ ગંજ ગુરુદ્વારા જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી

ગુરુ તેગ બહાદુરના શહાદત દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રકાબ ગંજ ગુરુદ્વારા જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી

 • Share this:
  નવી દિલ્હીઃ રવિવાર સવારે અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દિલ્હીમાં સ્થિત ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ (Rakab Ganj Sahib)ની મુલાકાત લીધી. અહીં તેઓએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા ગુરુ તેગ બહાદુર (Guru Tegh Bahadur)ને શ્રદ્ધાંજલિ અર્પી. નોંધનીય છે કે આજે ગુરૂ તેગ બહાદુરનો શહાદત દિવસ છે.

  નોંધનીય છે કે, જ્યારે વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા તો અહીં કોઈ વિશેષ બંદોબસ્ત નહતો અને ન તો કોઈ પ્રકારનું ટ્રાફિક ડાઇવર્જન કરવામાં આવ્યું. PM મોદી સવારમાં જ સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબ ગંજ પહોંચ્યા અને નમન કર્યું.

  PM મોદીએ ગુરુદ્વારાની મુલાકાત બાદ ટ્વીટ કરીને લખ્યું કે, આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબમાં પ્રાર્થના કરી. હું ખૂબ સારું અનુભવી રહ્યો હતો. હું દુનિયાભરના લાખો લોકોની જેમ જ ગુરુ તેગ બહાદુરજીની દયાળુતાથી ખૂબ પ્રેરિત છું.

  આ પણ વાંચો, મમતા બેનર્જીને ચેતવણી આપ્યા બાદ આજે બંગાળમાં તાકાત દર્શાવશે અમિત શાહ

  આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખ ગુરુના શહીદી દિવસ પર પંજાબીમાં ટ્વીટ કર્યું. વર્ષ 1621માં જન્મેલા શીખના નવમા ગુરુ તેગ બહાદુર 1675કમાં દિલ્હીમાં શહી થયા હતા. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, શ્રી ગુરુ તેગ બહાદુરજીનું જીવન સાહસ અને કરૂણાનું પ્રતીક છે. મહાન શ્રી ગુરુ તેગ બહાદુરની શહીદી દિવસ પર હું તેમને નમન કરું છું અને સમાવેશી સમાજના તેમના વિચારોને યાદ કરું છું.

  આ પણ વાંચો, IND vs AUS: ટીમ ઈન્ડિયા માટે આવ્યા ખરાબ સમાચાર, ટેસ્ટ સીરીઝથી બહાર થયો મોહમ્મદ શમી!

  શીખોના નવમા ગુરુ હતા ગુરુ તેગ બહાદુર

  ગુરુ તેગ બહાદુર શીખોના દસમા ગુરુઓમાંથી નવમા ગુરુ હતા. 17મી સદી (1621થી 1675) દરમિયાન તેઓએ શીખ ધર્મનો પ્રચાર કર્યો. તેઓ દસમા ગુરુ ગોવિંદ સિંહના પિતા હતા. શીખોના ગુરુ તરીકે તેમનો કાર્યકાળ 1665થી 1675 સુધીનો રહ્યો. તેઓએ ધર્મનો પ્રચાર કરવા માટે ઉત્તર અને પૂર્વ ભારતનું ભ્રમણ કર્યું. તેઓએ મુગલ સામ્રાજ્યના અન્યાયની વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. પોતાના અનુયાયીઓનો વિશ્વાસ અને ધાર્મિક સ્વતંત્રતા અને અધિકારોની રક્ષા માટે તેઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ કારણે તેમને ‘હિંદ દી ચાદર’ પણ કહેવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published: