PM મોદીએ કહ્યું - મંત્રી હાલ નહીં કરે વિદેશ યાત્રા, કોરોનાથી ગભરાશો નહીં

PM મોદીએ કહ્યું - મંત્રી હાલ નહીં કરે વિદેશ યાત્રા, કોરોનાથી ગભરાશો નહીં
PM મોદીએ કહ્યું - મંત્રી હાલ નહીં કરે વિદેશ યાત્રા, કોરોનાથી ગભરાશો નહીં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોનાથી ગભરાશો નહીં. આપણે તેને ફેલાવવાથી રોકીશું અને મળીને હરાવીશું

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમતિ લોકોની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં કોરાનાના વધારે કેસ સામે આવ્યા છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોનાથી ગભરાશો નહીં. આપણે તેને ફેલાવવાથી રોકીશું અને મળીને હરાવીશું. તેમણે જાહેરાત કરી છે કે કોઇપણ મંત્રી વિદેશ યાત્રા પર જશે નહીં. તમે પણ બિનજરુરી યાત્રાથી બચજો. વધારે ભીડવાળા વિસ્તારમાં ન જાવ.

    સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે પૃષ્ટી કરી છે કે કુલ 73 મામલામાં 56 ભારતીય અને 17 વિદેશી છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના વાયરસથી કુલ 121654 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાને લઈને કેન્દ્ર સરકારે હેલ્પ લાઇન પણ જાહેર કરી છે. આ વાયરસ સાથે જોડાયેલી કોઇપણ જાણકારી માટે તને નેશનલ હેલ્પલાઇન નંબર 011-2378046 પર સંપર્ક કરી શકો છો.



    આ પણ વાંચો - 400 રુમના મહેલમાં શાહી અંદાજમાં રહે છે જ્યોતિરાદિત્ય, કિંમત છે લગભગ 4000 કરોડ રુપિયા

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું હતું કે કોરોના વાયરસને હવે મહામારી કહી શકાય છે. અમે કોરોનાની આવી મહામારી ક્યારેય જોઈ નથી.

    દેશમાં કોરોના વાયરસના કેસ


    સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, ભારત આવનારાઓ એવા તમામ પ્રવાસીઓને ઓછામાં ઓછા 14 દિવસો માટે અલગ રાખવામાં આવશે જે 15 ફેબ્રુઆરી 2020 બાદથી ચીન, ઈટલી, ઈરાન, રિપબ્લિક ઑફ કોરિયા, ફ્રાન્સ અને જર્મનીથી આવ્યા હશે કે આવવાના હશે. આ પ્રવાસીઓમાં વિદેશી પ્રવાસીઓની સાથે ભારતીયો પણ સામેલ હશે.

    ભારત સરકારે વિદેશથી ભારત આવનારા લોકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જોકે, ડિપ્લોમેટિક વિઝા, UN/ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશનના, રોજગાર સંબંધિત, પ્રોજેક્ટ વિશેષ સાથે જોડાયેલા વિઝા હોલ્ડર્સને તેમાં છૂટ આપવામાં આવી છે.
    First published:March 12, 2020, 17:03 pm

    टॉप स्टोरीज