યોગ દિવસ પહેલા પીએમ મોદીએ જાહેર કર્યો ત્રિકોણાસનનો વીડિયો

ગયા વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ યોગાસન અંગે વિવિધ વીડિયો પોસ્ટ કર્યા હતા.

News18 Gujarati
Updated: June 5, 2019, 11:51 AM IST
યોગ દિવસ પહેલા પીએમ મોદીએ જાહેર કર્યો ત્રિકોણાસનનો વીડિયો
ત્રિકોણાસન કરતા મોદી (એનિમેટેડ વર્ઝન)
News18 Gujarati
Updated: June 5, 2019, 11:51 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ ત્રિકોણાસન કરી રહ્યા છે. આ વીડિયોનો ઉદેશ્ય લોકોને યોગ કરવા માટે પ્રેરણા આપવાનો છે.

નરેન્દ્ર મોદીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું છે કે, "21મી જૂનના રોજ આપણે #YogaDay2019ની ઉજવણી કરીશું. મારી તમને બધા લોકોને વિનંતી છે કે યોગને તમારી દૈનિક ક્રિયાઓનો ભાગ બનાવો અને બીજા લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપો. યોગથી જબરદસ્ત લાભો થાય છે. અહીં ત્રિકોણાસનનો વીડિયો રજૂ છે."

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પીએમ નરેન્દ્ર મોદીએ યોગાસન અંગે વિવિધ વીડિયો પોસ્ટ કર્યા હતા.


આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે સરકારે દિલ્હી, શીમલા, મૈસુર, અમદાવાદ અને રાંચીની પસંદગી કરી છે. આ શહેરોમાં રાષ્ટ્રીય યોગ મહોત્સવ ઉજવવામાં આવશે. નરેન્દ્ર મોદીએ બીજી વખત શપથ લીધા બાદ સરકારની આ પ્રથમ મોટો કાર્યક્રમ હશે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...