Home /News /national-international /

અડવાણીના બ્લોગ પર મોદીએ કહ્યુ- 'તમે BJPનો સાચો અર્થ જણાવ્યો'

અડવાણીના બ્લોગ પર મોદીએ કહ્યુ- 'તમે BJPનો સાચો અર્થ જણાવ્યો'

પીટીઆઈ તસવીર

બીજેપીના સ્થાપના દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. અડવાણીએ બ્લોગમાં રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીના બ્લોગની પ્રશંસા કરાતા તેમના મહાન નેતા ગણાવ્યા છે. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, અડવાણીજીએ બ્લોગમાં ભાજપનો સાચો મતલબ સમજાવ્યો છે, અને મને બીજેપીના કાર્યકર્તા હોવાનો ગર્વ છે.

    મોદીએ ટ્વિટ કર્યું, "અડવાણીજીએ બીજેપીનો સાચો મતલબ ખૂબ જ સારી રીતે જણાવ્યો છે. તેમણે 'દેશ પહેલા, પછી પાર્ટી અને અંતમા સ્વંય'ના પથ-પ્રદર્શક મંત્ર વિશે જણાવ્યું છે. મને બીજેપીનો કાર્યકર્તા હોવા પર ગર્વ છે કે એલ કે અડવાણી જેવા મહાન લોકોએ આ મંત્રને મજબૂત કર્યો છે. બીજેપીના મતલબને સમજાવ્યો છે."

    નોંધનીય છે કે બીજેપીના સ્થાપના દિવસ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લોગ લખ્યો છે. અડવાણીએ બ્લોગમાં રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. અડવાણીના કહેવા પ્રમાણે કોઈ પણ રાજકીય વિચારધારા સાથે અસહમત હોય તેવા લોકો દેશ-વિરોધીઓ ન હોઈ શકે.

    પોતાના બ્લોગમાં અડવાણીએ લખ્યું છે કે, "ભારતીય લોકતંત્ર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરે છે. જે અમારા વિચારોથી સહમત નથી થયા તેને ભાજપે ક્યારેય પોતાનો રાજકીય દુશ્મન ગણ્યો નથી. તેમજ માત્ર વિરોધી તરીકેની નજરથી જોયો છે. આવી જ રીતે જ્યાં સુધી રાષ્ટ્રવાદનો સવાલ છે અમે ક્યારેય પણ એવા લોકોને એન્ટી નેશનલ નથી કહ્યાં જે અમારા રાજનીતિક વિચારો સાથે સહમત નથી હોતા. પાર્ટીએ દરેક નાગરિકને પોતાના વિચારો રાખવાની આઝાદી આપી છે ભલે તે ખાનગી સ્તરે હોય કે પછી રાજનીતિક મંચ પર.

    નોંધનીય છે કે લાલકૃષ્ણ અડવાણી આ વખતે ચૂંટણી નથી લડી રહ્યા. બ્લોગમાં તેમણે પોતાના લોકસભા વિસ્તારના લોકોનો આભાર પણ માન્યો હતો. તેમણે લખ્યું, "હું ગાંધીનગરના લોકો માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું, જેમણે મને વર્ષ 1991 પછી છ વખત સાંસદ તરીકે ચૂટી કાઢ્યો હતો. તેમના પ્રેમ અને સમર્થનથી હું હંમેશા અભિભૂત થયો છું. માતૃભૂમિની સેવા કરવી એ મારું ઝનૂન અને મિશન છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: L K Advani, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, પીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन