ત્રિપલ તલાક મુદ્દો ‘સ્ત્રી-પુરુષ સમાનતાનો’ જ્યારે સબરીમાલામાં ‘પરંપરા’ છે: મોદી

News18 Gujarati
Updated: January 1, 2019, 7:23 PM IST
ત્રિપલ તલાક મુદ્દો ‘સ્ત્રી-પુરુષ સમાનતાનો’ જ્યારે સબરીમાલામાં ‘પરંપરા’ છે: મોદી
પ્રતિકાત્મક તસવીર

ત્રિપલ તલાક વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી ત્રિપલ તલાક અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, ત્રિપલ તલાકનો મુદ્દો એ જેન્ડર ઇક્વાલિટી (સ્ત્રી-પુરુષ સમાનતા)નો છે પણ સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશનો મુદ્દો પરંપરા સાથે જોડાયેલો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીનું ત્રિપલ તલાક મુદ્દે અલગ વલણ રહ્યુ છે જ્યારે સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશ મુદ્દે અલગ અલગ વલણ રહ્યુ છે.
આ મુદ્દે મોદીએ ચોખવટ કરી હતી અને કહ્યુ કે, સબરીમાલા મંદિર સાથે પરંપરા જોડાયેલી છે. સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધીશોએ જે ચુકાદો આપ્યો છે તેમા એક મહિલા ન્યાયાધીશે અલગ ચુકાદો આપ્યો છે તેને પણ ધ્યાનમાં લેવો જોઇએ.”.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

ત્રિપલ તલાક વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી ત્રિપલ તલાક અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યુ હતુ કે, જો તે સત્તામાં આવશે તો તેનું નિરાકરણ લાવશે. મોટાભાગનાં ઇસ્લામિક દેશોમાં ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે. આમાં ધર્મનો મામલો નથી. વાત એમ છે કે, પાકિસ્તાનમાં પણ ત્રિપલ તલાક પર પ્રતિબંધ છે. આ એક સ્ત્રી-પુરુષ સમાનતાનો મુદ્દો છે. સામાજિક ન્યાયનો મુદ્દો છે. એટલે આ મુદ્દાને અલગ રાખવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.

કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે.
First published: January 1, 2019
વધુ વાંચો
अगली ख़बर