હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયે મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, PMને ગણાવ્યા ડાઇનૅમિક નેતા

News18 Gujarati
Updated: September 22, 2019, 10:09 AM IST
હ્યૂસ્ટનમાં ભારતીય સમુદાયે મોદીનું કર્યું ભવ્ય સ્વાગત, PMને ગણાવ્યા ડાઇનૅમિક નેતા
વડાપ્રધાન મોદીની હૉટલની સામે સમર્થકોએ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજની સાથે તેમનું સ્વાગત કર્યું

વડાપ્રધાન મોદીની હૉટલની સામે સમર્થકોએ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજની સાથે તેમનું સ્વાગત કર્યું

  • Share this:
હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું હ્યૂસ્ટન પહોંચતા ભારતીય સમુદાયે જોરદાર સ્વાગત કર્યું. 22 સપ્ટેમ્બરે Howdy Modi ઇવેન્ટને સંબોધિત કરવા આવેલા વડાપ્રધાન મોદીની હૉટલની સામે લોકોએ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજની સાથે સ્વાગત કર્યું. મોદીના સમર્થકોએ તેમને એક ડાઇનૅમિક નેતા ગણાવ્યા. તેઓએ કહ્યું કે, મોદીએ પોતાના કાર્યકાળમાં દેશ માટે ઘણા કામ કર્યા, જેની પર તેઓ ગર્વ અનુભવે છે.

મૂળે, ભારતીય સમય અનુસાર મોડી રાત્રે વડાપ્રધાન હ્યૂસ્ટન પહોંચ્યા. મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો વડાપ્રધાનની હૉટલ ઑકની સનામે એકત્ર થઈ ગયા. લોકોએ નારા લગાવતાં વડાપ્રધાન મોદીનું શહેરમાં સ્વાગત કર્યું. હૉટલની બહાર ઊભેલા એક સમર્થકે વડાપ્રધાન મોદીને ડાઇનૅમિક નેતા કહ્યા. ભારતીય નેતાના સમથર્કએ કહ્યું કે, મોદી સરકાર દરમિયાન ચીજો ઘણી બદલાઈ ગઈ છે.

આ પણ વાંચો, Howdy Modi ઇવેન્ટમાં વડાપ્રધાનને આવકારવા USમાં ગુજરાતીઓમાં થનગનાટમોદી અદ્ભુત અને પ્રેરિત કરનારા નેતા

અન્ય એક સમર્થકે કહ્યુ કે, અમે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે હોવાથી ખૂબ જ ઉત્સાહિત છીએ. તેઓ ઘણા અદ્ભુત અને પ્રેરણા આપનારા નેતા છે. તેઓએ ઘણા કામ કર્યા છે અને અમે તેમને લઈને ગર્વ અનુભવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર સાત દિવસોના અમેરિકા પ્રવાસે શનિવાર રાત્રે હ્યૂસ્ટનના જ્યૉર્જ બુશ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પહોંચ્યા. તેઓએ વેપાર અને આંતરરાષ્ટ્રીય મામલાઓના નિદેશક ક્રિસ્ટોફર ઑલ્સન અને અન્ય અધિકારીઓએ રિસીવ કર્યા.


નોંધનીય છે કે, મોદી રવિવારે હ્યૂસ્ટમાં Howdy Modi કાર્યક્રમને સંબોધિત કરશે. જેમાં 50 હજારથી વધુ લોકો સામેલ થશે. વડાપ્રધાન અહીં હ્યૂસ્ટનમાં ભારત-અમેરિકા ઉર્જા સમજૂતીના વિસ્તાર કરવાના ઉદ્દેશ્યાથી અમેરિકામાં મુખ્ય ઉર્જા કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત પણ કરી. અમેરિકા જતાં પહેલા પીએમ કહ્યું હતું કે, ઉર્જા પારસ્પરિક રીતે લાભરૂપ સહયોગનું એક નવા ક્ષેત્ર તરીકે ઉભર્યુ છે અને તે ઝડપથી આપણા દ્વિપક્ષીય સંબંધોનું એક મહત્વપૂર્ણ અંગ બની રહેશે.

આ પણ વાંચો, ભારત-અમેરિકા શાંતિપૂર્ણ અને સ્થિર દુનિયાના નિર્માણમાં યોગદાન આપી શકે છે : PM મોદી

First published: September 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading