કેજરીવાલે કહ્યું- વિપક્ષી સરકારો સાથે પાકિસ્તાની પીએમ જેવું વર્તન કરે છે મોદી

News18 Gujarati
Updated: February 12, 2019, 7:42 AM IST
કેજરીવાલે કહ્યું- વિપક્ષી સરકારો સાથે પાકિસ્તાની પીએમ જેવું વર્તન કરે છે મોદી
Arvind Kejriwal, Narendra Modi, Chandrababu Naidu, Modi Government

મોદીજીએ તિરુપતિ મંદિર જઈને કહ્યું હતું કે આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે, બાદમાં આ વાતથી ઇન્કાર કરી દીધો: અરવિંદ કેજરીવાલ

  • Share this:
આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યોન દરજ્જો આપવાની માંગને લઈને એક દિવસના ઉપવાસ પર બેઠેલા મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂને સમર્થન આપવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓના નેતા આંધ્ર ભવન પહોંચ્યા. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા, જેઓએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી વિપક્ષી પાર્ટીઓના મુખ્યમંત્રીની સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે.

કેજરીવાલે કહ્યું કે, જ્યારે કોઈ એક રાજ્યના મુખ્યમંત્રી બને છે તો તે માત્ર પાર્ટીના મુખ્યમંત્રી નથી હોતા પરંતુ તે સમગ્ર રાજ્યના મુખ્યમંત્રી હોય છે. જ્યારે વડાપ્રધાન બને છે તો તેઓ કોઈ પાર્ટીના નહીં સમગ્ર દેશના વડાપ્રધાન હોય છે. પરંતુ વડાપ્રધાનજી વિપક્ષી રાજ્ય સરકારોની સાથે એવો વ્યવહાર કરે છે જાણે કે હિન્દુસ્તાનના નહીં પાકિસ્તાનના વડાપ્રધાન હોય.

 કેજરીવાલે સાથોસાથ કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને હજારો લોકો દિલ્હીમાં આવીને ધરણા કરવા પડી રહ્યા છે. આ ખૂબ જ દુ:ખની વાત છે. મોદીજી ખોટું બોલવા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેઓ જે પણ કહે છે ક્યારેય પૂરું નથી થતું. મોદીજીએ એક દિવસ તિરુપતિ મંદિર જઈને કહ્યું હતું કે તેઓ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. બાદમાં આ વાતથી ઇન્કાર કરી દીધો.આ પણ વાંચો, ઉપવાસ પર બેઠેલા ચંદ્રબાબૂને મળ્યા રાહુલ, કહ્યું- PM જ્યાં જાય છે ત્યાં ખોટું બોલે છે
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading