કાનપુર : કાનપુરમાં ઝીરો વિઝિબિલિટીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના પ્લેનને ફ્લાઈટ માટે ક્લિયરન્સ ન મળ્યું, જેના કારણે તેમણે કાનપુરથી રોડ માર્ગે લખનૌ (PM Modi kanpur to lucknow) જવા રવાના થવું પડ્યું. અગાઉ, મંગળવારે બપોરે કાનપુર પહોંચેલા પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા માટે બ્લોકચેન ટેક્નોલોજી આધારિત ડિજિટલ ડિગ્રી રજૂ કરી હતી. હવે સંસ્થામાં વિકસિત બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ ડિગ્રી આપવામાં આવશે. આ ડિજિટલ ડિગ્રી વૈશ્વિક સ્તરે ચકાસી શકાય છે.
આ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે ભારત તેની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને આ અવસર પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ વર્ષે આઈઆઈટીમાંથી ડિગ્રી લઈ રહેલા વિદ્યાર્થીઓએ 2047માં ભારત કેવું હશે તે સપના સાથે આગળ વધવું જોઈએ. મોદીએ કહ્યું કે 21મી સદી ટેક્નોલોજીનો યુગ છે અને તે ટેક્નોલોજીની સ્પર્ધાનો યુગ છે જેમાં આ વિદ્યાર્થીઓ ચોક્કસપણે આગળ આવશે.
PMએ વિદ્યાર્થીઓને કહ્યું, આગામી 25 વર્ષ સુધી દેશને દિશા આપવાની જવાબદારી તમારા બધાની છે તેમણે કહ્યું, “તમારે આવનારા 25 વર્ષમાં ભારતની વિકાસયાત્રાની બાગડોર સંભાળવાની છે. આગામી 25 વર્ષ સુધી દેશને દિશા અને ગતિ આપવાની જવાબદારી તમારા બધાની છે. તમે કલ્પના કરો કે 1930માં દાંડી યાત્રા શરૂ થઈ ત્યારે તે યાત્રાએ આખા દેશને કેટલી હલચલ મચાવી દીધી હતી. 1930નો એ સમયગાળો, 20-25 વર્ષની યુવાની તેમના જીવનનો સુવર્ણકાળ હતો. વડાપ્રધાને કહ્યું, "જ્યારે તમે તમારા જીવનના 50 વર્ષ પૂરા કરી રહ્યા છો, તે સમયે ભારત કેવું હશે. તેના માટે તમારે હવેથી કામ કરવું પડશે."
પીએમ મોદીએ કાનપુર મેટ્રો રેલને લીલી ઝંડી બતાવી દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રૂ. 11,000 કરોડના કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન કર્યું અને કાનપુર મેટ્રો રેલને લીલી ઝંડી આપી. આ અવસરે વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા નામ લીધા વગર કહ્યું કે જે પાર્ટીઓની આર્થિક નીતિ ભ્રષ્ટાચારની છે, તેઓ યુપીનો વિકાસ કરી શકતા નથી.
મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ કાનપુર નગરના નિરાલા નગરના રેલવે ગ્રાઉન્ડમાં આયોજિત જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, "જે પક્ષોની આર્થિક નીતિ ભ્રષ્ટાચારની છે, જેની નીતિમાં બાહુબલીઓનું સન્માન છે, તે યુપીનો વિકાસ કરી શકશે નહીં." નામ લીધા વગર કાનપુરમાં પરફ્યુમના વેપારીના ઘરે દરોડાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, હું વિચારતો હતો કે થોડા સમય અગાઉ જે નોટોથી ભરેલા બોક્સ મળી આવ્યા છે, તેના પછી પણ આ લોકો કહેશે કે આ પણ અમે જ કર્યું છે. મિત્રો, તમે કાનપુરના લોકો બિઝનેશ, ધંધા- વેપારને સારી રીતે સમજો છો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર