વડા પ્રધાન મોદીએ પ્રયાગરાજ કુંભમાં પાંચ ડૂબકી લગાવી ગંગા પૂજન કર્યુ

પ્રયાગરાજમાં પહોંચેલા વડા પ્રધાને ગંગા પુજન કર્યુ અને સંગમમમાં ડૂબકી લગાવી હતી.

પ્રયાગરાજમાં પહોંચેલા વડા પ્રધાને ગંગા પુજન કર્યુ અને સંગમમમાં ડૂબકી લગાવી હતી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદી પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુભ મેળામાં પહોંચ્યા છે. કુંભમાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સાથે ગંગા પૂજન કરી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. વડા પ્રધાને ભગવો ધારણ કરી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની વચ્ચે ગંગા પૂજન કર્યુ હતુ. પંચામૃત અને દૂધની ધારા ગંગામાં કરી અને વડા પ્રધાન મોદીએ પ્રયાગરાજના સંગમમાં પાંચ ડૂબકી લગાવની હતી.

  વડા પ્રધાનના આગમનના પગલે સંગમમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર કુંભ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. સંગમમાં ડૂબકી લગાવતા પહેલાં વડા પ્રધાન મોદીએ બપોરે ગોરખપુરમાં પીએમ કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી અને તેમના ખાતામાં રૂપિયા 2,000 જમા કરાવ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેઓ સીધા સંગમ જવા રવાના થયા હતા.  વડા પ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે, જ્યાં તેમણે અગાઉ ગોરખપુરમા અનેકવિધ યોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ કુંભમાં બપોરે બાદ સ્નાન કર્યુ હતું. વડા પ્રધાન મોદીએ પોતાના ઑફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ડૂબકી લગાવ્યાનો વીડિયો પણ મૂક્યો હતો.  વડા પ્રધાનને ગંગામાં ડૂબકી લગાવી ત્યારે મીડિયાના કેમેરાને દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે ગંગાના પૂજનની સાથે આરતી પણ કરી હતી. મંચ પર વડા પ્રધાન મોદીની સાથે ઉત્તર પ્રદેશના મંત્રીમંડળના સભ્યો અને કેન્દ્રીય નેતાગીરી ઉપસ્થિત હતી.  લોખંડી બંદોબસ્તની વચ્ચે આસ્થાના કુંભમાં પીએમ મોદીએ ડૂબકી લગાવીને પ્રયાગરાજમાં ગંગા સ્નાન કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published: