પીએમ મોદી આજથી યુએઇના પ્રવાસે, થશે ઘણા મહત્વના કરાર!

Parthesh Nair | News18
Updated: August 16, 2015, 1:12 PM IST
પીએમ મોદી આજથી યુએઇના પ્રવાસે, થશે ઘણા મહત્વના કરાર!
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે.

  • News18
  • Last Updated: August 16, 2015, 1:12 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના બે દિવસીય પ્રવાસ માટે રવાના થશે. વર્ષ 1981માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ અરબ દેશોનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ હાલના પ્રાધનમંત્રી મોદી હવે અરબના પ્રવાસે જઇ રહ્યાં છે ત્યારે આશા છે કે, તેમના આ પ્રવાસથી ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ, વ્યાપાર તથા રોકાણ વધશે. સાથે બન્ને દેશો વચ્ચે સબંધ વધુ મજબૂત થશે.

વિદેશ મંત્રાલયના પ્રમાણે, મોદીના પ્રવાસ દરમિયાન આતંકવાદ અંગે ચર્ચાનો મુખ્ય કેન્દ્ર રહેશે. પ્રાધનમંત્રી આજે અબુધાબી પહોંચશે અને ત્યાર બાદ સોમવારે દૂબઈ જશે. પોતાની યાત્રાના પ્રથમ દિવસે મોદી અબુધાબીના વહીવટ વડા સાથે સત્તાવાર વાટાઘાટો યોજશે અને ત્યાર બાદ મસ્દાર શહેરની મુલાકાત લેશે, જ્યાં તેઓ એક શહેર પ્રોજેક્ટ સંબંધિત પ્રસ્તુતિઓનું અવલોકન કરશે.

ત્યાર બાદ તેઓ સ્થાનિક વ્યાપાર પ્રતિનિધિઓ સાથે બેઠકમાં ભાગ લેશે, જેમાં ભારતમાં રોકાણ અંગે ચર્ચા થશે, અને બીજા દિવસે અબુધાબી સ્થિત શેખ જાએદ મસ્જિદ જોવા જશે અને ત્યાર બાદ તેઓ દૂબઈ જવા રવાના થશે. દૂબઈના શાસકના સાથે મુલાકાત બાદ તેઓ એક સાર્વાજનિક સ્વાગત સમારોહમાં ભાગ લેશે, જેનું આયોજન દૂબઈના ક્રિકેટ મેદાનમાં યોજાવાનું છે.
First published: August 16, 2015, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading