ન્યૂઝ 18 ગુજરાતી: વડા પ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધ્યો હતો. પોતાના ગરૂ શિવકુમાર સ્વામી શ્રદ્ધાંજલી આપી મન કી બાત કાર્યક્રમનો પ્રારંભ કરી વડા પ્રધાને મન કી બાતના કાર્યક્રમમાં સુભાષચંદ્ર બોઝના દેશ માટેના યોગદાન, આઝાદ હિંદ ફોજના મ્યુઝિયમ, દેશના ચૂંટણીપંચની કામગીરી, ભારતની ચૂંટણી પ્રક્રિયા, ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ટોઇલેટ કૉન્ટેસ્ટ, પરીક્ષા અને લોકસભાની ચૂંટણીના મુદ્દે ચર્ચા કરી હતી. જાણો શું કહ્યું વડા પ્રધાને મન કી બાતમાં
ચૂંટણી વિશે
વડા પ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી વિશ્વ માટે અચરજનો વિષય છે. હિમાચલ પ્રદેશમાં સમુદ્ર તળથી 15,000 ઉંચાઈએ આવેલા મતદાન મથકથી લઈ આંદમાન નિકોબાર સુધી અને ગુજરાતના ગીરમાં એક માત્ર પોલિંગ બુથ માત્ર એક મતદાતા માટે મતદાન મથક ઊભા કરાય છે.મને ચૂંટણી પંચ પર માન થાય છે.
સુભાષચંદ્ર બોઝ વિશે
23 જાન્યુઆરીએ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉજવી હતી તેમની સ્મતિમાં એક સંગ્રહાલયનું ઉઘાટન કરાયું છે. લાલ કિલ્લાના બંધ રૂમને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજની યાદમાં સંગ્રહાલય તૈયાર કરાયું છે.આપણા નાયકોના શોર્યને નવી પેઢી સુદી પહોંચાડવાની જરૂરી છે. 30મી ડિસેમ્બરે હું અંદમાન નિકોબાર ગયો હતો. મેં એજ સ્થળે તિરંગો લહેરાવ્યો જ્યાં સુભાષચંદ્ર બોઝે તિરંગો લહેરાવ્યો હતો. નેતાજીથી જોડાયેલી ફાઇલો સાર્વજનિક કરાય તેવી લોકોની માંગણી અમે પુરી કરી છે.
ખેલો ઇન્ડિયા વિશે
રમે તે ખીલશે. ખેલો ઇન્ડિયામાં અનેક યુવા ખેલાડીઓ ઉભરી આવ્યા. સ્પોર્ટસની લોકલ ઇકો સિસ્ટમ મજબૂત બનાવીશું તો ખેલાડી ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોર્મન્સ કરશે.ખેલો ઇન્ડિયા દરેક રાજ્યના ખેલાડીઓએ ઉતકૃષ્ટ પ્રદર્શન,
ઇન્ડિયાના નિર્માણ ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં ગ્રામીણ બાળકોનો પણ ફાળો છે.
આ ઉપરાંત વડા પ્રધાને અંતરિક્ષ, ઉપગ્રહો, ભારતના સેટલાઇટની શક્તિ, સંતો, રવિન્દ્રનાથ ટાગોર, શૌચાલયના નિર્માણ કાર્યો, વગેરે જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર