ન્યૂઝ18 ગુજરાતી : 24 કલાકમાં બે વખત ત્રણેય સેનાના વડા સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી આજે સાંજે CCA (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠકમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ આગામી કૂટનીતિક અને સૈન્ય રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે, પીએમ મોદી પહેલા જ સૈનાને સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપી ચુક્યા છે.
અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી વાત
પાકિસ્તાન સામે ભારતને મોટી સફળતા મળી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો વચ્ચે બુધવારે રાત્રે ફોન પર વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા જૈશ-એ-મોહમ્મદના ખાત્માને લઈને ભારતને પૂરું સમર્થન આપ્યું છે. પોમ્પિયોએ ડોભાલને કહ્યું કે, ભારતે જૈશ સામે જે કાર્યવાહી કરી તેમાં અમેરિકા ભારતની સાથે છે. અમેરિકા તરફથી મળેલા આ સમર્થન વચ્ચે સાંજે સાત વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક દરમિયાન સરહદ પર ચાલી રહેલી કાર્યવાહી પર ચર્ચા થઈ શકે છે.
Sources: NSA Ajit Doval and US Secretary of State Mike Pompeo had a telephonic conversation late last night. Pompeo said that the US supported India’s decision to take action against JeM terror camp on Pakistani soil pic.twitter.com/9u5jx8GE9X
સરહદ પર તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત ગુરુવારે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પૂંછ સેક્ટરમાં એલઓસી પર સવારે છ વાગ્યે ગોળીઓ અને મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાનની આવી હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને જોતા શ્રીલંકન સરકારે શ્રીલંકાથી કરાચી અને લાહોર જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી નાખી છે.
જેટ એરવેઝે મુસાફરોને કર્યો અનુરોધ
બીજી તરફ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે જેટ એરવેઝ તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઘરેથી નીકળતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ જરૂર ચેક કરે. હાલ યુદ્ધ જેવી સ્થિતિને કારણે પાકિસ્તાનના ઉપરનો હવાઈ માર્ગ વાપરવાની છૂટ આપવામાં નથી આવી. આથી અસંખ્ય ઉડાનો રદ કરવામાં આવી રહી છે, તેમજ અનેક ના રૂટ બદલવામાં આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર