25700 કરોડનું IICC: શિલાન્યાસ માટે મેટ્રોમાં પ્રજા સાથે બેસી PM મોદી પહોંચ્યા

સરકારે દેશ માટે કેટલીએ મહત્વની યોજનાઓ શરૂ કરી છે. આમાં સૌથી લાંબી સૂરંગ બનાવવાનું, સૌથી લાંબી ગેસ પાઈપ લાઈન નાખવાનું, સમુદ્ર પર સૌથી લાંબો પુલ બનાવવાનું અને સૌથી મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવાનું કામ સામેલ છે.

સરકારે દેશ માટે કેટલીએ મહત્વની યોજનાઓ શરૂ કરી છે. આમાં સૌથી લાંબી સૂરંગ બનાવવાનું, સૌથી લાંબી ગેસ પાઈપ લાઈન નાખવાનું, સમુદ્ર પર સૌથી લાંબો પુલ બનાવવાનું અને સૌથી મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવાનું કામ સામેલ છે.

  • Share this:
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ કંવેશન એન્ડ એક્સપો સેંટર (આઈઆઈસીસી)નું ઉદ્ધાટન કરશે. આઈઆઈસીસી પર 25700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ અવસર પર પીએમએ કહ્યું કે, તેમની સરકારે દેશ માટે કેટલીએ મહત્વની યોજનાઓ શરૂ કરી છે. આમાં સૌથી લાંબી સૂરંગ બનાવવાનું, સૌથી લાંબી ગેસ પાઈપ લાઈન નાખવાનું, સમુદ્ર પર સૌથી લાંબો પુલ બનાવવાનું અને સૌથી મોટી મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવાનું કામ સામેલ છે. સાથે જીએસટી, પોસ્ટ પેમેન્ટ બેન્કની જાહેરાત પણ સામેલ છે.

    પીએમ મોદીએ આઈઆઈસીસીના ઉદ્ધાટન માટે મેટ્રોમાં સવારી કરી. તેમણે ધૌલા કુઆથી એક્સપ્રેસ મેટ્રો લી અને દ્વારકા સુધી ગયા.

    પીએમ મોદીએ આઈઆઈસીસીના ઉદ્ધાટન સમયે કહ્યું કે, આ સરકારે દેશના વિકાસ માટે અભૂતપૂર્વ યોજનાઓ પર કાર્ય શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, સૌથી લાંબી સૂરંગ બનાવવા, સૌથી લાંબી ગેસ પાઈપ લાઈન નાખવા, સમુદ્ર પર સૌથી લાંબો પુલ બનાવવા અને મોબાઈલ યુનિટ બનાવવા પર આ સરકાર કામ કરી રહી છે.

    મોદીએ આગળ કહ્યું કે, દેશના દરેક ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, દરેક ગામ સુધી વિજળી, સૌથી મોટા ફાયનાન્સિયલ ઈક્લૂઝન અને ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટી બેકિંગ નેટવર્ક ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્ક બનાવવાનું કામ પણ સરકારે કર્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે, અમારે ત્યાં વર્ષો સુધી કાંફ્રેંસ હબ વિશે કોઈએ વિચાર્યું જ ન હતું. મોટી મોટી કોન્ફેંસને માત્ર પ્રગતિ મેદાન જેવા કેટલાક એક સેન્ટર સુધી જ સિમીત કરી દેવામાં આવ્યું હતું. હવે આ વિચાર બદલાયો છે, અને પરિણામ આજનું આ આયોજન છે.

    પીએમ મોદીએ મેટ્રોમાં સામાન્ય પ્રજા સાથે સફર કર્યું. આ દરમ્યાન ડબ્બામાં ઘણા લોકો હાજર રહ્યા હતા.



    આઈઆઈસીસી પર 25700 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમાં વિશ્વસ્તરિય સુવિધા હસે અને આ એક્ઝિબિશન સાથે જ કંવેશન સેન્ટરના રૂપમાં પણ કામ કરશે. અહીં રિટેલ, હોસ્પિટેલિટી અને ફાયનાન્સિયલ સુવિધાઓ પણ હશે.

    તેમણે કહ્યું કે, દેશ વ્યવસ્થાથી ચાલે છે, સંસ્થાઓથી આગલ વધે છે, અને આ બે-ચાર વર્ષમાં નથી બનતી. આ વર્ષોના સતત વિકાસનું પરિણામ હોય છે અને આમાં બહુ મહત્વપૂર્ણ હોય છે કે નિર્ણય સમય પર લેવામાં આવે અને તેને વગર અડચણે લાગુ કરવામાં આવે.

    પીએમએ કહ્યું કે, અગામી એક દોઢ વર્ષની અંદર આઈઆઈસીસીનું પહેલુ ચરણ પૂરૂ કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે દરેક સેક્ટરમાં રોજગાર મોટી માત્રામાં પેદા થશે. રિપોર્ટ્સ કહે છે કે, આઈટી સેક્ટરમાં રોજગાર વધી રહ્યો છે. ભારત આજે મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું છે.
    Published by:kiran mehta
    First published: