રામ મંદિરને લઇને બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- અયોધ્યા એવું હોય જ્યાં ભારતની સંસ્કૃતિની ઝલક દેખાય

રામ મંદિરને લઇને બેઠકમાં પીએમ મોદીએ કહ્યું- અયોધ્યા એવી હોય જ્યાં ભારતની સંસ્કૃતિની ઝલક દેખાય

અયોધ્યામાં (Ayodhya)બની રહેલા રામ મંદિરના (Ram Mandir)નિર્માણ અને અયોધ્યાના વિકાસ કાર્યોની આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

  • Share this:
    નવી દિલ્હી : અયોધ્યામાં (Ayodhya)બની રહેલા રામ મંદિરના (Ram Mandir)નિર્માણ અને અયોધ્યાના વિકાસ કાર્યોની આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યા એક એવું શહેર છે જે દરેક ભારતીયની સાંસ્કૃતિક ચેતનામાં અંકિત છે. અયોધ્યાને એવું બનાવવું જોઈએ કે જ્યાં ભારતની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળે. અયોધ્યા એક આધ્યાત્મિક શહેર છે.

    પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાનો વિકાસ કાંઇક એવી રીતે કરવાનો છે, જેનાથી પર્યટકો અને તીર્થયાત્રીઓ બંનેને ફાયદો થઇ શકે. અયોધ્યાની યોજનાઓ એવી હોવી જોઈએ જેમાં આવનાર ભવિષ્યની ઝલક જોવા મળે. પીએમ મોદીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં અયોધ્યામાં વિકાસ કાર્ય જારી રહેશે. અયોધ્યામાં વિકાસ કાર્યોને વધારે ઝડપી બનાવવામાં આવશે. એ આપણો સામૂહિક પ્રયત્ન છે કે આપણે અયોધ્યાની ઓળખની ઉજવણી કરી અને પોતાની નવી નવી રીતથી અયોધ્યાની સભ્યતાને બનાવી રાખીએ.

    આ પણ વાંચો - સચિન તેંડુલકરનું દર્દ આવ્યું સામે, કહ્યું- 12 વર્ષો સુધી રાત્રે ઊંઘી શક્યો ન હતો

    પીએમ મોદીએ કહ્યું કે જે રીતે ભગવાન રામમાં લોકોને એક સાથે લાવવાની ક્ષમતા હતી, તે જ રીતે અયોધ્યાના વિકાસ કાર્યોમાં હિન્દુસ્તાનના દરેક નાગરિકની ભાગીદારી હોવી જોઈએ, ખાસ કરીને યુવાઓની. તેમણે શહેરના આ વિકાસમાં આપણા પ્રતિભાશાળી યુવાઓના કૌશલનો લાભ ઉઠાવવાનું આહ્વાન કર્યું છે.

    સરકારનો પ્રયત્ન છે કે અયોધ્યાનું ફક્ત આધુનિકીકરણ જ ના થાય તેનું પુરાતન સ્વરૂપ પણ યથાવત્ રહેવું જોઈએ. તેને ધ્યાનમાં રાખતા અયોધ્યાનો ડેવલેપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published: