દેશમાં કોરોના વેક્સીનેશનની તૈયારીઓ તેજ, PM મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનના દેશવ્યાપી પ્રારંભ પહેલા વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે મનોમંથન

16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનના દેશવ્યાપી પ્રારંભ પહેલા વડાપ્રધાન મોદી મુખ્યમંત્રીઓ સાથે કરશે મનોમંથન

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરી કોવિડ-19 (Covid-19)ની હાલની સ્થિતિ અને તેના વેક્સીનેશન અભિયાન (Vaccination Program)ને લઈને ચર્ચા કરશે. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી. હાલમાં ભારતમાં DCGIએ સ્વદેશમાં વિકસિત વેક્સીનના દેશમાં સીમિત ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરશે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન વડાપ્રધાને અનેક પ્રસંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે.

  ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કોરોના વેક્સીનેશનને લઈને વ્યાપક અભિયાનની તૈયારી ચાલી રહી છે. તેના અનુસંધાનમાં શુક્રવારે દેશભરમાં પૂર્વાભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા નિર્મિત ઓક્સફર્ડની કોવિડ-19ની વેક્સીન કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની સ્વદેશમાં વિકસિત વેક્સીન કોવેક્સીન (Covaxin)ના દેશમાં સીમિત ઇમરજન્સી ઉપયોગને DCGIએ મંજૂરી આપી હતી.

  આ પણ વાંચો, Covid-19 Vaccine: મમતા બેનર્જીની જાહેરાત- બંગાળમાં મફતમાં આપવામાં આવશે કોરોનાની વેક્સીન

  ઉચ્ચ અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી ચૂક્યા છે PM મોદી

  આ પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરીને દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને વેક્સીનેશન અભિયાનને ધ્યાને લઈ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીઓ વિશે ચર્ચા કરી. બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ સહિત અનેક અન્ય સીનિયર અધિકારી ઉપસ્થિત હતા.

  આ પણ વાંચો, બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને લખ્યો પત્ર- તાત્કાલિક માંગ્યા કોરોના વેક્સીનના 20 લાખ ડોઝ

  સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને કોવિડ-19ના પ્રબંધન સાથે જોડાયેલા વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આગામી લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાને લઈ વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે કોરોના વેક્સીનેશન અભિયાન 16 જાન્યુઆરી 2021થી આરંભ કરવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: