કર્ણાટકમાં એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. રાજ્યમાં ચૂંટણીપ્રચાર માટે બીજેપી અત્યારથી લાગી ગઈ છે. આજે પીએમ મોદી બેંગ્લોરના પેલેસ ગ્રાઉન્ડમાં રેલી સંબોધી. પીએમ મોદીએ રેલીમાં કોંગ્રેસ પર સીધો હુમલો કરી કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસ એક્ઝિટ ગેટ પર ઉભી છે. કર્ણાટકે નક્કી કર્યું છે, કર્ણાટકને કોંગ્રેસ મુક્ત કરીશું, દેશમાં કોંગ્રેસ કલ્ચરે જ તબાહી મચાવી છે, હવે આ કોંગ્રેસ કલ્ચરની જરૂરત નથી.
પીએ મોદીએ શું કહ્યું
અમે મધ્યમર્ગની આકાંક્ષાઓને સમજીએ છીએ. અમે જાણીએ છીએ કે, યુવાન નોકરી શોધવાવાળો નથી બનવા માંગતો, પરંતુ તે નોકરી આપવાવાળો બનવા માંગે છે. મુદ્દા યોજના માટે 3 લાખ કરોડ રૂપીયાની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે - મોદી
કર્ણાટક માટે અત્યાર સુધીમાં 3 લાખ 36 હજાર ઘર માટે મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ એમાંથી અત્યાર સુધીમાં માત્ર 38 હજાર ઘર જ પૂરા થયા છે. લગભગ 2 લાખ ઘર માટે તો હજુ સુધી કામ પણ નથી શરૂ થયું
રાહુલ દ્રવિડના વખાણ કરતા કહ્યું કે, કર્ણાટકના લોકો આવા છે, જે દેશના વિકાસને પણ ગતી આપે છે, અને દેશનું ગૌરવ પણ વધારે છે. કાલે જ જોયું કે, કેવી રીતે ભારતીય અંડર-19ની ટીમે વર્લ્ડ કપ જીત્યો. ખેલાડીઓની સાથે રાહુલ દ્રવિડની મહેનત પણ રંગ લાવી. અહીંની સંસ્કૃતિને હું પ્રણામ કરૂ છું. જ્યારે કોંગ્રેસને કઈ પડી નથી.
પરિવર્તન રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, પુરી દુનિયામાં ઈઝ ઓફ ડૂઈંગ બિજનેસની વાત કરવામાં આવે છે, અમારી સરકાર Ease Of Livingની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ સરકારના રહેતા અહીં ઈઝ ઓફ ડૂઈંગ મર્ડરની ચર્ચા થાય છે, અહીં સ્થિતિ એવી છે કે, કર્ણાટક સરકારનો રાજનૈતિક વિરોધ કરવો પણ, જીવ જોખમમાં નાખવા બરાબર છે.
મોદીએ યેદુયુરપ્પાના પક્ષમાં કહ્યું કે, અમે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે, જો એક ખેડૂત પુત્ર યેદુયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બને તો ખેડૂતો માટેની યોજના પર સારા કામ કરી શકે છે.
ખેડૂતોની સમસ્યા પર જોર આપતા તેમણે કહ્યું કે, ફળ અને શાકભાજી પેદા કરતા ખેડૂત અમારા માટે ટોપ પ્રાથમિકતા છે. ટોપ એટલે, Tomato, Onion અને Potato પેદા કરતા ખેડૂતોને ધ્યાનમાં રાખી ઓપરેશન ગ્રીનની જાહેરાત કરવામાં આવી છે. ઓપરેશન ગ્રીન ખેડૂતો માટે ખુબ લાભદાયી રહેશે.
પીએમએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, યૂપીએ સરકારના 4 વર્ષના કાર્યકાળમાં અહીં 450 કિમી. નેશનલ હાઈવેનું નિર્માણ થયું, જ્યારે અમારી સરકારમાં 3.5 વર્ષમાં 1600 કિમી નેસનલ હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર