PM મોદીએ કર્યો 'સ્વામિત્વ યોજના'નો શુભારંભ, જાણો 1 લાખથી વધુ લોકોને શું થશે ફયદો

સરકારની આ પહેલથી ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પર SMS પર મળતી લીંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

સરકારની આ પહેલથી ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પર SMS પર મળતી લીંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

  • Share this:
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સ્વામિત્વ (SVAMITVA ) યોજનાની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન મોદી આ યોજનાની શરૂઆત આશરે સવા લાખ લોકોને પોપર્ટી કાર્ડ આપીને કરશે. વડાપ્રધાન કાર્યાલયએ (PMO) આને ગ્રામીણ ભારતમાં બદલાવ લાવવાની ઐતિહાસિક પહેલ કહી છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમખી ભૂ-સંપત્તિ માલિકોને 'સ્વામિત્વ' યોજના હેઠળ સંપત્તિ કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરાયો છે. સરકારની આ પહેલથી ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પર SMS પર મળતી લીંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર સંપત્તિ કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.

    કોને મળશે લાભ

    આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લાભ મળશે. જેમા ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રને સિવાય દરેક રાજ્યોના લાભાર્થી 1 દિવસમા ફિઝિકલ કાર્ડ મેળવી શકશે. જ્યારે મહારાષ્ટ્રમાં આ કાર્ડ મળવામાં 1 મહિનાનો સમય લાગી શકશે.

    COVID-19: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર, નવા 74,383 કેસ આવ્યા

    સ્વામિત્વ યોજનામા શું થશે?

    સ્વામિત્વ યોજના હેઠળ રહેણાંક જમીનને ડ્રોન દ્વારા માપવામાં આવશે. ડ્રોન ગામની સીમમાં દરેક સંપત્તિનો ડિજિટલ નકશો બનાવશે. તેમજ દરેક મહેસૂલ બ્લોકની મર્યાદા પણ નક્કી કરવામાં આવશે. કયા ઘર કયા વિસ્તારમાં છે, તે ડ્રોન ટેકનોલોજી દ્વારા સચોટ રીતે માપી શકાશે. રાજ્ય સરકારો ગામના દરેક ઘર માટે પ્રોપર્ટી કાર્ડ બનાવશે.

    UPના રામ જાનકી મંદિરના પૂજારી પર જીવલેણ હુમલો, બે આરોપી ઝડપાયા

    સંપત્તિને નાણાંકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકાશે

    આ યોજનાથી ભૂ-સંપત્તિ માલિક પોતાની સંપત્તિને નાણાંકીય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ લોન વગેરેની અરજી સહિત અન્ય આર્થિક લાભ માટે કરી શકાશે. સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવેલી આ એક ખાસ યોજના છે.



    પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી

    વડાપ્રધાન મોદીએ યોજનાની શરૂઆત પછી સ્વામિત્વ કાર્ડના લાભાર્થીઓ સાથે વાત કરી છે. આ દરમિયાન પીએમએ કહ્યું કે, હવે તમારી સંપત્તિ પર કોઈ ખરાબ નજર નહીં નાંખી શકે. આ અંગે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે 1 લાખ લોકોને કાર્ડ મળવાથી તે શક્તિશાળી અનુભવી રહ્યા છે. આ યોજનાથી ગામમાં રહેતા લોકોના જીવનમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે તમારી પાસે એક અધિકાર છે, એક કાયદાકીય દસ્તાવેજ છે તમારું ઘર તમારું જ છે અને તમારું જ રહેશે. આ યોજના આપણા દેશના ગામમાં ઐતિહાસિક પરિવર્તન લાવશે.

    યોજના 4 વર્ષમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે

    તેના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ 2020એ જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપવા માટે સંપત્તિ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાની શરૂઆત 4 વર્ષમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published: