Home /News /national-international /PM In Manipur: મણિપુરમાં PMએ કહ્યું- અમારી સરકારની 7 વર્ષોની મહેનત આખા નોર્થ ઈસ્ટમાં દેખાય છે
PM In Manipur: મણિપુરમાં PMએ કહ્યું- અમારી સરકારની 7 વર્ષોની મહેનત આખા નોર્થ ઈસ્ટમાં દેખાય છે
મણિપુરમાં પીએમ મોદી
PM In Manipur: પીએમ મોદીએ કહ્યું- ‘તમારે એ યાદ રાખવું પડશે કે કેટલાક લોકો સત્તા મેળવવા માટે મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે. આ લોકો એવી આશાએ બેઠા છે કે ક્યારે તેમને મોકો મળે અને ક્યારે તેઓ અશાંતિની રમત રમે. પરંતુ મણિપુરના લોકો તેમને ઓળખી ચૂક્યા છે.’
ઇમ્ફાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 13 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને નવ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા માટે આજે મણિપુર (Manipur)ની મુલાકાતે છે. આ 22 પરિયોજનાઓ 4,800 કરોડ રૂપિયાની છે. કાર્યક્રમમાં રાજ્યપાલ લા ગણેશન, મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહે ભાગ લીધો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે મેં પહેલા કહ્યું હતું કે દેશનો પૂર્વીય ભાગ ભારતના વિકાસનો મુખ્ય સ્ત્રોત બનશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે મણિપુર અને નોર્થઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, 'અમારી સરકારની સાત વર્ષની મહેનત આખા નોર્થ ઈસ્ટમાં દેખાય છે, મણિપુરમાં દેખાય છે. આજે મણિપુર પરિવર્તનની એક નવી કાર્ય-સંસ્કૃતિનું પ્રતીક બની રહ્યું છે. આ પરિવર્તન છે- મણિપુરની સંસ્કૃતિ માટે, કાળજી માટે.’
પીએમ મોદીના સંબોધનની મુખ્ય બાબતો-
- પીએમ મોદીએ કહ્યું- ‘તમારે એ યાદ રાખવું પડશે કે કેટલાક લોકો સત્તા મેળવવા માટે મણિપુરને ફરીથી અસ્થિર કરવા માગે છે. આ લોકો એવી આશાએ બેઠા છે કે ક્યારે તેમને મોકો મળે અને ક્યારે તેઓ અશાંતિની રમત રમે. પરંતુ મણિપુરના લોકો તેમને ઓળખી ચૂક્યા છે.’
- PMએ કહ્યું કે પહેલા લોકો પૂર્વોત્તર આવવા માગતા હતા, પરંતુ અહીં પહોંચશે કઈ રીતે, એ વિચારીને જ અટકી જતા હતા. તેનાથી અહીંના પર્યટન ક્ષેત્રને બહુ નુકસાન થતું હતું. પરંતુ હવે પૂર્વોત્તરના શહેર નહીં, ગામડાઓમાં પણ પહોંચવું સરળ થઈ રહ્યું છે.’
- તેમણે કહ્યું, ‘હું જ્યારે વડાપ્રધાન ન હતો બન્યો, એ પહેલા પણ અનેક વાર મણિપુર આવ્યો હતો. હું જાણતો હતો કે તમારા દિલમાં કઈ વાતનું દુઃખ છે. એટલે જ 2014 પછી દિલ્હીને, ભારત સરકારને તમારા દરવાજે લઈને આવ્યો.’
- પીએમએ કહ્યું, ‘અમારી સરકારની સાત વર્ષોની મહેનત આખા નોર્થ ઈસ્ટમાં દેખાઈ રહી છે, મણિપુરમાં દેખાઈ રહી છે. આજે મણિપુર પરિવર્તનની એક નવી કાર્ય-સંસ્કૃતિનું પ્રતીક બની રહ્યું છે. આ પરિવર્તન છે- મણિપુરની સંસ્કૃતિ માટે, કાળજી માટે.’
- પીએમએ ઉમેર્યું કે, ‘હવેથી કેટલાક દિવસ બાદ 21 જાન્યુઆરીએ મણિપુરને રાજ્યનો દરજ્જો મળ્યાને 50 વર્ષ પૂરા થઈ જશે. દેશ આ સમયે પોતાની આઝાદીના 75 વર્ષ પર અમૃત મહોત્સવ માનવી રહ્યો છે. આ સમય પોતાનામાં જ એક મોટી પ્રેરણા છે.’
- પીએમ મોદીએ કહ્યું- ‘મેં પહેલા પણ કહ્યું હતું કે દેશનો પૂર્વીય ભાગ ભારતના વિકાસનો મુખ્ય સ્ત્રોત બનશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે મણિપુર અને નોર્થઈસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે.’
- પીએમ મોદીએ કહ્યું- 'આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેની સાથે જ હું આજે મણિપુરના લોકોનો ફરીથી આભાર માનીશ. તમે મણિપુરમાં એવી સ્થિર સરકાર બનાવી છે જે પૂર્ણ બહુમતી સાથે, તાકાત સાથે ચાલી રહી છે. આ તમારા એક મતને કારણે થયું.’
- PMએ કહ્યું, 'દેશના લોકોમાં આઝાદીનો જે વિશ્વાસ અહીં મોઇરાંગની ભૂમિએ પેદા કર્યો છે તે પોતાનામાં જ એક મિસાલ છે. જ્યાં નેતાજી સુભાષની સેનાએ પહેલી વખત ઝંડો ફરકાવ્યો, જે નોર્થ ઈસ્ટને નેતાજીએ ભારતની આઝાદીનું પ્રવેશદ્વાર કહ્યું, તે નવા ભારતના સપનાને સાકાર કરવાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર