Home /News /national-international /National Youth Day 2023: રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સામેલ થશે 30 હજાર યુવાન, પીએમ મોદી આજે કરશે ઉદ્ધાટન
National Youth Day 2023: રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સામેલ થશે 30 હજાર યુવાન, પીએમ મોદી આજે કરશે ઉદ્ધાટન
પીએમ મોદી - ફાઈલ તસવીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરુ થનારા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન કરશે. મહોત્સવ 16 જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે, આ દરમિયાન કેટલીય હરિફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.
હુબલી: કેન્દ્રીય યુવા બાબતો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ધાટન સમારંભમાં દેશભરમાંથી ત્રીસ હજારથી વધારે યુવકો સામેલ થશે. સ્વામી વિવેકાનંદની જયંતિના અવસર પર દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા ઉત્સવ આયોજીત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરુ થનારા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન કરશે. મહોત્સવ 16 જાન્યુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે, આ દરમિયાન કેટલીય હરિફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, દેશ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. અમને આશા છે કે, સશક્ત હોવાની સાથે સાથે યુવા દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવશે. ઠાકુરે કહ્યું કે, ભારતના પાંચ પારંપરિક ખેલ જેમ કે, મલખમ, યોગાસન, કલારેપટ્ટૂ, થંગટા અને ગટકાને મહોત્સવમાં સામેલ કર્યા છે, જેથી લોકોને તેના વિશે ખબર પડે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત બની શકે.
ભારત સરકારે 1984માં આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો હતો. 1985માં દર વર્ષે દેશમાં 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવામાં આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદના ભાષણ, તેમની શિક્ષા અને ઉદ્ધરણ હંમેશા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર