Home /News /national-international /વારાણસીમાં સજીધજીને તૈયાર થયું મિની તમિલનાડૂ: પીએમ મોદી આજે કરશે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ધાટન

વારાણસીમાં સજીધજીને તૈયાર થયું મિની તમિલનાડૂ: પીએમ મોદી આજે કરશે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ધાટન

કાશી તમિલ સંગમમનું આજે ઉદ્ધાટન

ઉત્તર પ્રદેશમાં શિવનગરીથી પ્રખ્યાત વારાણસીમાં આજથી એક મહિના સુધી મિની તમિલનાડૂની ઝલક દેખાશે.

     વારાણસી: ઉત્તર પ્રદેશમાં શિવનગરીથી પ્રખ્યાત વારાણસીમાં આજથી એક મહિના સુધી મિની તમિલનાડૂની ઝલક દેખાશે. કારણ કે શનિવારે 'કાશી તમિલ સંગમમ'ની શરુઆત થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી આજે એટલે કે, 19 નવેમ્બરે વારાણસીમાં મહિનો આખો ચાલનારા કાશી તમિલ સંગમમનું ઉદ્ધાટન કરશે. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી છે. આયોજનમાં તમિલનાડૂના અલગ અલગ જિલ્લાના 2500 ડેલિગેટ્સ કાશી આવશે.

    આ પણ વાંચો: ખુશખબર: પીએમ મોદી સાથે બ્રિટનના પીએમ સુનકે એક વખત મુલાકાત કરી અને 3000 વીઝાને મળી ગઈ મંજૂરી

    શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, 'કાશી તમિલ સંગમમ'નું આયોજન 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી વારાણસીમાં કરવામાં આવશે, તેનો ઉદ્દેશ્ય દેશના બે સૌથી મહત્વપૂર્મ અને પ્રાચીન કેન્દ્રો તમિલનાડૂ તથા કાશીની વચ્ચે સદીઓ જૂની કડીઓને ફરીથી જોડવા અને તેનો ઉત્સવ મનાવાનું છે. એટલું જ નહીં આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વારાણસી અને તમિલનાડૂની વચ્ચે સાંસ્કૃતિક અને પરંપરાગત સંબંધોને ફરીથી જીવંત કરવાનું પણ છે.


    કાશી તમિલ સંગમમનું આયોજન શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા અન્ય મંત્રાલયો જેમ કે સંસ્કૃતિ, વસ્ત્ર, રેલ, પર્યટન, ખાદ્ય, માહિતી અને પ્રાસરણ તથા ઉત્તર પ્રદેશ સરકાર અને આઈઆઈટી મદ્રાસ સહિત બીએચયૂના સહયોગથી થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કાશીની મુલાકાત કર તે પહેલા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ વિકાસ તથા ઉદ્યમિતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કાર્યક્રમ માટે વારાણસીમાં તેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કાશી તમિલ સંગમમના સફળ આયોજન માટે રેલ મંત્રી, તમિલનાડૂના રાજ્યપાલ તથા ઉત્તર પ્રદેશ સરકારના અધિકારી ઓે અને અન્ય પ્રમુખ હિતધારકો સાથે બેઠક પણ કરી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: PM Modi Live, Varanasi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन